________________
जीवन झरमर
स्वोपक्षવૃત્તિविभूषितं જો રાત્રિ || ૨૦ ||
ઊભી કરી. સ્ત્રી એટલે અન્નપૂર્ણા. આ કલ્પનાને તેમણે આ સમિતિમાં સાકાર કરી અને રૂા. ૫૦,૦૦૦) નું દાન કર્યું. આ સમિતિએ રાહતના ભાવે અનાજ વગેરેનું ૧૫ માસ વિતરણ કર્યું અને મોંઘવારીમાં હિંસાઈ રહેલા સેંકડો કુટુંબને રાહત પહોંચાડી. એ જ પ્રમાણે દોશી પરિવારે જામનગરમાં દેશી કાલીદાસ વીરજી આ એન્ડ સાયન્સ કોલેજની સ્થાપના માટે રૂ. ૨,૫૦,૦૦૦ નું દાન આપ્યું. હવે ભારતીય વિદ્યા ભવનને રૂા. ૧૦ લાખનું દાન અને જમીન મળ્યા એટલે તેમણે મહિલા કોલેજની સ્થાપના કરી છે અને અમૃતલાલભાઈના શિક્ષણના ક્ષેત્રે મળેલા ઉમદા ફાળાને લક્ષમાં લઈને તેમનું નામ જોડીને “અમૃતલાલ કાળીદાસ દોશી મહિલા કેલેજ” નામ આપ્યું છે. શૈક્ષણિક ક્ષેત્ર ઉપરાંત દુકાળ, રેલ વગેરે કુદરતી આફતના સમયે પણ તેમણે લખે રૂપિયાના દાન કર્યા છે. આ સંસ્કારમૂર્તિ પાસેથી પ્રેરણા મેળવીને દોશી પરિવાર, દેશી ગ્રુપ ઓફ કંપનીઝ અને દેશી ગ્રુપ ઓફ સ્ટસ આ ત્રણેય તરફથી ધર્મ, સમાજ, શિક્ષણ, સાહિત્ય, માનવતા અને રાષ્ટ્રને દાન મળતાં જ રહ્યાં છે.
સાહિત્ય સાધના જૈન સાહિત્યનું ઊંડું અધ્યયન એ જાણે એમની પૂર્વભવની અધુરી રહેલી ઈચ્છા હતી. એ ઈચ્છા પૂતિના પ્રયત્નોમાંથી “જૈન સાહિત્ય વિકાસ મંડળ” નામની સંસ્થાને જન્મ થયો છે. ૧૯૪૮ માં અમૃતલાલભાઈએ પિતે આ સંસ્થાને જન્મ આપ્યો. આ તેમનું એકમેવ માનસ સંતાન છે. તેના ઉછેર અને સંવર્ધન માટે તેમણે એક મમતાભર્યા પિતાથી પણ સવિશેષ કાળજી લીધી હતી.
Jain Education Intel
For Private & Personal Use Only
ww.jainelibrary.org