________________
+
૨
.
સ્વાધ્યાય એ તેમને હદય ધબકાર હતા. તે સંશોધન એ તેમને રક્ત સંચાર. તત્વજ્ઞાનનાં ગ્રંથનું તેમનું વાંચન વિશાળ હતું. તેમની કલ્પનામાં એક ચિત્ર સતત રમતું હતું કે જૈન પ્રાચીન સાહિત્યનું સંશોધન કરી કરાવીને તે ગ્રંથનું કલાત્મક પ્રકાશન કરાવવું. જૈન સાહિત્ય વિકાસ મંડળ દ્વારા તેમણે પોતાની કલ્પનાને સાકાર કરવા વ્યવસાયમાંથી ફાજલ પડતાં સમયમાં જ્ઞાનયજ્ઞ પ્રજવલિત કર્યો. અને ૧૯૬૪માં તો વ્યવસાયમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લઈને જીવનના અંતિમ શ્વાસ સુધી આ જ્ઞાનયજ્ઞને અખંડ અને સતત ઝળહળતે રાખ્યો. - ૧૯૪૮ માં સંસ્થાની સ્થાપના કરી ત્યારે તે અમૃતલાલભાઈ વ્યવસાયની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, છતાંય સ્વ-સંસ્થાપિત સંસ્થાના વિકાસ માટે સક્રિય રસ લીધો. સૌ પ્રથમ તેમણે આ સંસ્થાના ઉપક્રમે “પંચ પ્રતિક્રમણ સૂત્ર” અંગે વિશદ સંશોધન કાર્ય ઉપાડયું. આવશ્યક ક્રિયાના આ ઉપગી ગ્રંથને પરિપૂર્ણ અને સાંગોપાંગ બનાવવા માટે સંખ્યાબંધ શાઅJથે વસાવ્યા. દસેક જેટલાં જ્ઞાનભંડારની મુલાકાત લીધી. પૂજય શ્રમણ ભગવંતે ખાસ કરીને પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ભદ્રકવિજયજી મહારાજ, પૂજ્ય પંન્યાસ શ્રી ધુરંધરવિજયજી મહારાજ સાથે તેમજ વિદ્વાન અને પંડિત સાથે સુ-દીધ પત્રવ્યવહાર કર્યો. આ અંગે જરૂરી ખર્ચ કશાય સંકોચ વગર કર્યો, એટલું જ નહિ પ્રસ્તુત પુસ્તકનું સંશોધન જેમ જેમ આગળ તેમ-તેમ તેને જોયું, તપાસ્યું. ફરી ફરીને તપાસ્યું અને પૂજય વિદ્વાન શ્રમની માન્યતા મેળવીને તેને વધતું ગયું જાહેરમાં મૂકયું.
//
|
Jain Education Inter
For Private & Personal Use Only
jainelibrary.org