________________
પાછા ઘેર ફરતા નહિં. આવી દુઃસહ્ય સ્થિતિ અનેક વર્ષો પર્યત ચાલી રહી. એવા વિકટ સમયમાં જાવડશાહે વજીસ્વામીની સહાયથી શત્રુંજયને માર્ગ અસુરનું બળ તોડીને ખુલ્લો કર્યો તે સંબંધને લગતું સંપૂર્ણ રસભરી શૈલીથી ભરપુર આ કથાનક છે ઘણું શોધબળને પરિણામે આ નવલકથા તૈયાર થઈ છે. - જેના ઐતિહાસિકને લગતું આ કથાનક હોવાથી જેન શૈલીથી અથવા તો તીર્થકર દેવના વચનથી વિપરીત કથન થાયું હોય તે તેને માટે અમે “મિથ્યા દુષ્કૃત” આપીએ છીએ. જેન શૈલીથી વિરૂદ્ધ લખી સમાજમાં વિદ્રોહ ઉત્પન્ન કરવાની અમારી ભાવના હોય જ નહિ. સાહિત્યની સેવા પુરતો જ અમારે ઉદ્દેશ છે તે આ કથાનકને સમાજમાં આદર થવાથી અમારે તે ઉદ્દેશ અમે સફળ થયો સમજીશું. વજીસ્વામીની બાળદીક્ષા હોવાથી દીક્ષા તેમ જ ચારિત્રને માટે અમારે કેટલુંક વક્તવ્ય પ્રસંગને અનુસરી પુસ્તકમાં કહેવું પડયું છે. તે જૈન શાસ્ત્રો તરફ દૃષ્ટિ રાખીને જ અમે લખ્યું છે. બનતા સુધી મધ્યસ્થતા જાળવી રાખી કેઈ પણ વ્યક્તિની ટીકા કરવાને અમારે મનભાવ નથી. માટે કઈ પણ વ્યક્તિએ પિતાની ઉપર ખેંચી ન લેવું એવી અમારી સર્વ પ્રત્યે વિનંતી છે. - દીક્ષા માટે જૈન સમાજમાં આજે બે પક્ષ હોવાથી અમારું લખાણ સર્વથા પ્રિય થાય એ તે અસંભવિત છે છતાં અહીં હું કહી દઉં છું કે જેને શાસ્ત્રને અનુસરીને જ લખવામાં આવેલું છે. આજની વિચારભિન્નતા ગમે તે હોય પણ શ્રી તીર્થંકરદેવે કહેલું તે જ સત્ય છે ને તેમની આણાયે ચાલવું એ જ ધર્મ છે.