Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સ્પશન, રસના, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રના ભેદથી પાંચ ઇન્દ્રિય, ક્રોધ, માન, માયા અને તેમના ચાર પ્રકારના કષાય, મન, વચન અને કાયના ભેદથી ત્રણ પ્રકારના ગ, હિંસા, અસત્ય, ચર્ય, અબ્રહ્મચર્ય અને પરિગ્રહના ભેદથી પાંચ પ્રકારના અવ્રત, કાયિકી આદિના ભેદથી પચ્ચીસ પ્રકારની ક્રિયા, આ બધાં સામ્પરાવિક કર્મના કારણે હોય છે, જે ભવભ્રમણના પણ કારણે છે. આમાંથી ઈન્દ્રિયે, કષાય અને અત્રેના ભેદનું નિરૂપણ કરી દેવામાં આવ્યું છે પચ્ચીંસ ક્રિયાઓ આ પ્રકારે છે –
(૧) કાયિક-કાયાથી કરવામાં આવતે વ્યાપાર.
(૨) આધિકરણિકી–જેના કારણે આત્મા નરક આદિને અધિકારી બને અધિકરણને અર્થ છે ખગ આદિ હિંસાના સાધન, તેનાથી થનારી ક્રિયા.
(૩) પ્રાષિકી-દ્વેષથી થનારી કિયા. (૪) પારિતાપનિકી-તાડન આદિ પરિતાપથી થનારી કિયા.
(૫) પ્રાણાતિપાતકી-પ્રાણીઓના પ્રાણને વિગ કરે અથવા પ્રાણાતિપાતના અધ્યવસાયથી પ્રાણાતિપાત કરો. પ્રાણાતિપાતના આશયથી કરવામાં આવતી તાડન આદિ રૂપ ક્રિયા-પ્રાણાના વિયોગ ન થવા છતાં પણ પ્રાણાતિપાતની ક્રિયા જ સમજવી જોઈએ.
(૬) અપ્રત્યાખ્યાનિકી અવિરતિના કારણે થનારી કર્મબન્ધ રૂપ કિયા. (૭) આરંભિક –આરંભથી થનારી કિયા. (૮) પારિગ્રહિક-પરિગ્રહથી થનારી ક્રિયા. () માયાપ્રયિકી માયાચારથી થનારૂં કર્મબન્ધન, (૧૦) મિથ્યાદર્શન પ્રત્યયિકી–મિથ્યાત્વના કારણે થનારી ક્રિયા, (૧૧) દૃષ્ટિજા-કઈ વસ્તુને રાવપૂર્વક જેવાથી થનારી ક્રિયા. (૧૨) સ્પર્શિકા-સાવદ્ય સ્પર્શજનિત વ્યાપાર (૧૩) પ્રાતીતિકી-બાહ્ય વસ્તુના નિમિત્તથી જે ક્રિયા થાય. (૧) સામનોપનિપાતિકી-ઘણું લેકના ભેગા થવાથી થતી ક્રિયા (૧૫) સ્વાહસ્તિકી–પોતાના હાથથી કરવામાં આવતી ક્રિયા. (૧૬) નૈસૃષ્ટિકી-કઈ વસ્તુને પાડી નાખવાથી થનારી કિયા. (૧૭) આજ્ઞાપતિકી-બીજાને આદેશ આપવાથી થનારી ક્રિયા. (૧૮) વૈદારણિકી-વિદારણ કરવાથી થનારી કિયા. (૧) અનાભોગપ્રત્યયિકી–ઉપયોગ શૂન્યતાના કારણે થનારી કિયા. (૨૦) અનવકાંક્ષા પ્રત્યયિકી–પોતાના તથા બીજાના શરીર તરફ બેદરકારી
શ્રી તત્વાર્થ સૂત્ર ૨
૧ ૨