Book Title: Tattvartha Part 02 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
વાથમિ પણ ઈત્યાદિ ઇયસમિતિથી સમ્પન સંચમીએ ગતિ કરવા માટે પગ ઉંચે કર્યો હોય અને તેનું નિમિત્ત પામીને કદાચિત્ કઈ બેઇન્દ્રિય આદિ જીવ મૃત્યુને શરણ થઈ જાય તો પણ તે સંયમીને તેના કારણે સક્ષમ બન્યું પણ કહેવામાં આવ્યું નથી. જિનેન્દ્ર ભગવાને શુદ્ધ પુરૂષની ક્રિયાને પાપફળ આપનારી કહેલી નથી.
આ રીતે જે ઉપશાન કષાય આદિ કષાય રહિત છે તેના કાયોગના નિમિત્તથી ઈર્યાપથ કર્મને જ બન્ધ થાય છે તેમજ સંસાર પરિભ્રમણનું કારણ બનતું નથી. તે કર્મની સ્થિતિ માત્ર એક સમયની હોય છે, અર્થાત્ પ્રથમ સમયમાં કર્મ બંધાય છે, બીજા સમયમાં તેનું વેદના થાય છે અને આ વેદન કાળ જ તેને સ્થિતિકાળ સમજ જોઈએ. ત્રીજા સમયમાં તે કર્મની નિર્જર થઈ જાય છે. કહ્યું પણ છે–પ્રથમ સમયમાં બબ્ધ છે, બીજા સમયમાં વેદન થયું, અને ત્રીજા સમયમાં નિર્જરા થઈ ગઈ, નિર્જરા થઈ ગયા બાદ તે કર્મ અકર્મ રૂપમાં પરિણત થઈ જાય છે.
અહીં એટલું સમજી લેવાની જરૂર છે–જે જીવના જેટલા પેગ હોય છે તેને તેટલા પેગોથી જ સામ્પરાયિક અથવા અપથિક કર્મને આસવ થાય છે. એકેન્દ્રિય જેમાં માત્ર કાગ જ જોવામાં આવે છે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચતુરિન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિયમાં કાયાગ તથા વચનગ હોય છે, સંજ્ઞીપંચેન્દ્રિય જીવમાં ત્રણે રોગ હોય છે. અકષાય અથવા સંજવલન કષાયવાળા જીવમાં મને યોગ, વચનગ અને કાયયોગ-ત્રણે હોય છે અને કેવળીમાં કાયાગ તથા વચનગ જ જોવા મળે છે. ભગવતીસૂત્રના સાતમાં શતકના પ્રથમ ઉદ્દેશકના ૨૬માં સૂત્રમાં કહ્યું છે- જે જીવનના કેધ, માન, માયા અને લેભન વિચછેદ થઈ જાય છે તેની ઐર્યાપાયિક ક્રિયા જ હોય છે, સાપરાયિક ક્રિયા હોતી નથી અને જે જીના ક્રોધ માન, માયા, તથા લેભને નાશ થતું નથી તેની સામ્પરાયિક ક્રિયા હોય છે, ઐર્યાપથિક ક્રિયા હેતા નથી. કા
સામ્પરાયિક કર્માસ્ત્રવ કે ભેદોં કા નિરૂપણ
વિચણાયા સુમો' ઈત્યાદિ
સૂત્રાર્થ-ઈન્દ્રિય, કષાય, શુભયોગ, અવત અને ક્રિયાના ભેદથી સામ્પરાયિક કર્માસ્તવના બેંતાળીસ ભેદ છે.
તત્વાર્થદીપિકા–સામ્પરાયિક અને અર્યાપથિકના ભેદથી આમ્રવના બે ભેદ કહેવામાં આવી ગયા છે, હવે સામ્પરાયિક કર્માસવના ભેદનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૧