________________
આવે છે, પરંતુ એ વાતને અમલમાં મૂકનારા ઘણા થાડા જોવાય છે, પણ આપે ઉપયુક્ત કાર્યમાં જે વિશાળ દૃષ્ટિથી સમાનભાવના સૂત્રને સિદ્ધ કરી આપ્યું છે, એ ખરેખર બીજા તમામ જૈનબંધુઓને અનુકરણ કરવા લાયક કર્યું છે, અને તે બદલે અમે આપને જેટલો ધન્યવાદ આપીએ તેટલે એકજ છે. यादृशी भावना यस्य, सिद्धिर्भवति तादृशी
એ નિયમ પ્રમાણે આપે જેવી ઈચ્છા અને નિર્મલ ભાવનાથી ઉપર્યુક્ત કાર્ય આરંવ્યું હતું તે જ પ્રમાણે સંપૂર્ણ સફલતા અને લગાર પણ અસંતોષ સિવાય પૂર્ણ થએલું જોઈ અમને વધારે હર્ષ થાય છે, અને તેમ થવામાં “સેવાધર્મ”ની આપની ઉચ્ચ લાગણીને જ અમે કારણભૂત માનીએ છીએ. આ પ્રમાણે આપનું આ શુભ કાર્ય નિર્વિધ્રપણે પૂરું થયું એ માટે પણ અમે આપને શુદ્ધ અંતઃકરણથી મુબારકબાદી આપીએ છીએ, અને શાસનદેવ પ્રત્યે એવી પ્રાર્થના કરી વિરમીએ છીએ કે આપને દિનપ્રતિદિન જનસમાજની વધારે સેવા કરવાનું સામર્થ શાસનદેવ સમપણ કરે. જામનગર તા. ૧૬-૧૧-૧૯૧૮.
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com