________________
નમોત્થ ણં સૂત્ર
તે ઉચિત ક્રિયા છે. અરિહંતના આત્માઓ પોતાની બુદ્ધિ અને પ્રતિભાનો પૂર્ણ ઉપયોગ કરી, જે સમયે જે કરવા યોગ્ય હોય તે જ કરતા હોય છે. વીરપ્રભુ પરમ વૈરાગી હોવા છતાં માતાનો વિચાર કરી, મોહાધીન માતાની દુર્ગતિ ન થાય તે માટે ગર્ભાવસ્થામાં જ તેમણે નિયમ કર્યો કે, માતા-પિતાની હયાતિમાં સંયમ ગ્રહણ ન કરવું. આ નિયમ ૫૨મ ઔચિત્યનો સૂચક છે. આ ઔચિત્યનો વિચાર કષાયની અલ્પતા થયા વિના આવી શકતો નથી. કષાયોને બાજુ ઉપર મૂકી જેઓ કાર્ય સંબંધી વિચારણા કરે છે, તે ઔચિત્યપૂર્ણ ક્રિયા કરી શકે છે. કષાયની પ્રબળતાવાળા જીવો કદી ઔચિત્યનો વિચાર કરી શકતા નથી.
૭૩
૫. સલારંભિતા : ફળ પ્રાપ્તિની સંભાવના .હોય તેવા જ કાર્યનો પ્રારંભ
ક૨વો તે સફલારંભ છે. ઉત્તમ પુરુષો કાર્ય કરતાં પહેલા તેના ફળનો વિચાર કરે છે. જે ક્રિયા કરવાથી ફળ મળવાની સંભાવના જણાય, તે જ ક્રિયાનો તેઓ પ્રારંભ કરે છે. જે ક્રિયા કર્યા પછી કોઈ ફળ મળવાનું ન હોય, તેવી મન, વચન અને કાયાની કોઈપણ ક્રિયા તેઓ કરતા નથી, આથી જ જ્યાં સુધી નિકાચિત ભોગાવલીકર્મ એટલે જે કર્મ ભોગવ્યા વિના નાશ પામે તેવા નથી તેવા કર્મની હાજરીમાં તીર્થંકરના આત્માઓ સંયમ પણ સ્વીકારતા નથી.
૬. અદઢ અનુશય : અનુશય એટલે કષાય, અરિહંતના આત્માઓ પહેલેથી કષાયમુક્ત નથી હોતા, તોપણ તેમના કષાયો તીવ્ર માત્રામાં નથી હોતા. ગમે તેવા અપરાધીના અપરાધો તેઓ ક્ષણમાત્રમાં ભૂલી શકે છે.
૭. કૃતજ્ઞતા : કોઈએ કરેલા ઉપકારને સદા યાદ રાખવો તે કૃતજ્ઞતા છે. અરિહંતના આત્મામાં કૃતજ્ઞતા ગુણ પણ વિશિષ્ટ કોટિનો હોય છે. સામાન્ય જીવો અન્યના ઉપકારને ત્યાં સુધી જ યાદ રાખે છે, કે જ્યાં સુધી તે વ્યક્તિ તરફથી કોઈ અપકાર ન થાય. પરંતુ અરિહંતના આત્માઓ તો અન્ય જીવ તરફથી અનેક અપકારો થવા છતાં તે યાદ ન રાખતા તેના (દ્વારા થયેલ) નાના પણ ઉપકારને કદી ભૂલતાં નથી. ભગવાન જે “નમો તિત્વસ” બોલીને સમવસરણમાં આસન ગ્રહણ કરે છે, તે પણ તેમની કૃતજ્ઞતાનું સૂચક છે.
૮. અનુપહત ચિત્ત : ભાંગી ન પડે તેવું સાત્ત્વિક મન અર્થાત્ નિરાશા કે ચંચળતા વગરનું ચિત્ત. અરિહંતના આત્માને સાધના કરતાં અનેક ઉપસર્ગો અને પરિષહો આવે છે, તોપણ જ્યાં સુધી તેમને સિદ્ધિની પ્રાપ્તિ થતી નથી, ત્યાં સુધી તેમનું મન સાધના કરતાં કદી ભાંગી પડતું નથી. પ્રારંભેલા કાર્યને