________________
જયવીયરાય સૂત્ર
૧૮૯
આ દરેક પદો બોલતાં તે તે શબ્દમાં રહેલા ઉત્તમ ભાવોનું જ્ઞાન જોઈએ, તે તે ભાવો પ્રત્યે અત્યંત આદર જોઈએ. સર્વ શ્રેષ્ઠ કોટિના આ ગુણો જેનામાં છે, તેવા પરમાત્મા પાસે નતમસ્તકે, વિનમ્ર ભાવે આ ચીજો મારે માંગવાની છે અને પ્રાર્થના બાદ આજ્ઞા અનુસાર મારે તે ગુણો પ્રાપ્ત કરવા યત્ન પણ કરવાનો છે. આવું માનનાર સાધકને આ પદો દ્વારા ચોક્કસ પ્રકારે તે તે ગુણોનો લાભ પણ થાય છે.
જેઓ આ શબ્દો બોલે છે પણ શબ્દમાં રહેલા ઉત્તમ ભાવોને જોતા કે અનુભવતા નથી, તે ભાવો પ્રત્યે જેને આદર નથી, યથાશક્ય તે માટેનો પ્રયત્ન નથી, તેઓને આ ચીજોની પ્રાપ્તિ સંભવિત નથી.
ભગવાન પાસે ચરણ સેવાની માંગણી કર્યા પછી પણ સ્વઈષ્ટની સિદ્ધિ માટે કાંઈક વિશેષ માગણી કરતાં સાધક જે કહે છે, તે હવે જણાવે છે –
दुक्खक्खओ कम्मक्खओ, समाहिमरणं च बोहिलाभो अ । સંપર મદ , તુદ નાદ ! પI/મરણમ્ - હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારાં દુઃખનો નાશ થાઓ, મારાં કર્મોનો નાશ થાઓ (અ) મને સમાધિમરણ તથા સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાઓ.
તુવેરવિવો - દુઃખનો નાશ. “હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારાં દુઃખનો ક્ષય થાઓ.” દુઃખ તો જગતના જીવમાત્રને ગમતું નથી, તેથી સર્વ કોઈ જીવો દુઃખના નાશને તો ઈચ્છે જ છે, પરંતુ ધર્માત્મા જે દુઃખનાશને ઈચ્છે છે, તે જગતના જીવો કરતાં ભિન્ન પ્રકારનું છે. જગતના જીવોને કોઈ જ દુઃખ નથી જોઈતું, જ્યારે મુમુક્ષુ આત્માને મોક્ષમાર્ગમાં બાધક બને, સ્વસમાધિને હાનિ પહોંચે તેવું જ દુઃખ નથી જોઈતું. તેથી જ તે આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરે કે,
“હે પ્રભો ! હું હજુ નિ:સત્ત્વ છું. માટે સાથના જ કરવી છે, પરંતુ સાધનાના માર્ગમાં વિશ્નો આવતાં હું અસ્થિર થઈ જાઉં છું, મન અનેક સંકલ્પ-વિકલ્પમાં અટવાઈ જાય છે, તેથી જ સાધનામાં સ્થિર થવાતું નથી. તેથી હે નાથ ! સાધનાના માર્ગમાં વિન્ન કરનારા માણું દુઃખો નાશ પામો
અથવા તેની સામે લડવાની શક્તિ પ્રાપ્ત થાઓ !” અહીં દુઃખના ડરથી દુઃખ ટાળવાની માંગણી નથી, પરંતુ ધર્મમાર્ગમાં