________________
અરિહંત ચેઈયાણં સૂત્ર
૨૧૩
ધારણાપૂર્વક ક્રિયા કરવાથી આત્મા ઉપર ક્રિયાના દઢ સંસ્કારો પડે છે. ક્યારેય પણ આ કર્યું કે ન કર્યું, આ સૂત્ર બોલ્યા કે ન બોલ્યા તેવી શંકા કે ભ્રમ આદિ થતાં નથી. ધારણાના કારણે જેમ તે સૂત્રાદિનું સ્મરણ થાય છે તેમ ધારણાથી એવી ચિત્તપરિણતિ તૈયાર થાય છે કે, તે જીવ વસ્તુના ક્રમને યથાયોગ્ય રીતે પકડી શકે છે. એટલે ક્રમ મુજબ સૂત્રના પ્રત્યેક શબ્દો, તેના અર્થ અને તેનાથી પ્રાપ્ત થતા પદાર્થ ધારી શકાય છે. જેમ ઉત્તમ પ્રકારનાં મોતીઓને પરોવનાર વેપારી જાણે છે કે, કયા પછી કયું મોતી પરોવીશ તો માળા દેખાવમાં સુંદર થશે. તેથી તે જ ક્રમે તે મોતીને ગોઠવવાનું ખ્યાલમાં રાખે છે, લેશ પણ ભૂલ કરતો નથી. તેથી જ સુંદર પ્રકારની માળા તૈયાર થાય છે. તેમ ચૈત્યવંદન કરનાર આત્મા પણ શાસ્ત્રમાં જે રીતે ચૈત્યવંદન કરવાનું કહ્યું છે, તે જ રીતે બરાબર ધ્યાનમાં રાખીને ધારણાપૂર્વક સૂત્રના એક એક શબ્દો બોલતાં પરમાત્મા સાથે આત્માનું અનુસંધાન કરવાનો પ્રયત્ન કરે છે. આથી ચૈત્યવંદન કાળમાં સાધક અલૌકિક આનંદને માણી શકે છે. તેથી તે વિષયમાં કરાયેલી તેની ધારણા દિન-પ્રતિદિન વધતી જાય છે. આ રીતે વધતી જતી ધારણાથી ભાવપૂર્વક કરાતી આ ચૈત્યવંદનની ક્રિયા અમૃતઅનુષ્ઠાનરૂપ બને છે. ધારણાનો' આ પરિણામ પણ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી પ્રગટ થાય છે.
જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રગટ થયેલો “ધારણા” નામનો ગુણ મુખ્યત્વે ત્રણ ભેદવાળો હોય છે; ૧. ચૈત્યવંદનના સૂત્ર બોલતી વખતે દરેક સૂત્રમાં પરસ્પર એકવાક્યતા જોડીને આખા સૂત્રથી અખંડ શાબ્દબોધ થાય તે રીતે બોધ કરવા માટે સૂત્ર અને અર્થનો ઉપયોગ રાખવો તે અવિશ્રુતિરૂપ ધારણા છે.
૨. ચૈત્યવંદન આદિ કરતાં બોલાતા સૂત્રના ચિત્તમાં પડતા સંસ્કાર પછીના
10. ચૈત્યવંદન કરવા માટે કેવી યાદશક્તિ જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં “ધારણાના
નીચે પ્રમાણે લક્ષણો બતાવ્યા છે – ૧. અવિશ્રુતિ, વાસના અને સ્મૃતિ ધારણાનાં આ ત્રણ પ્રકારો છે. સાંભળેલી અને જાણેલી વાતને અમુક સમય સુધી ભૂલવી નહિ તે અવિસ્મૃતિ. અવિસ્મૃતિથી આત્મા ઉપર એક જાતના સંસ્કાર પડે છે, તેને વાસના કહેવાય છે અને આ વાસનાને કારણે નિમિત્ત મળતાં તે વસ્તુનું સ્મરણ પુનઃ થાય તેને સ્મૃતિ કહેવાય છે.