________________
૨૭૨
સૂત્રસંવેદના-૨
અતિશય જ્ઞાની પુરુષોને નજર સમક્ષ રાખી આ રીતે બોલવાથી પુનઃ પુનઃ યાદ આવે છે કે, શ્રતધર મહાપુરુષોની સમક્ષ મેં આ સંકલ્પ કર્યો છે. માટે મારાથી હવે શ્રુતજ્ઞાનમાં લેશ પણ પ્રમાદ ન જ કરાય. આ રીતે બોલવાથી ગુણવાન વ્યક્તિને હું પરતંત્ર છું, તેમની આજ્ઞા-ઈચ્છાનુસાર મારે જીવન જીવવાનું છે, તેવો ભાવ પણ જ્વલંત રહે છે.
નો નિગમ - હું જિનમતને નમસ્કાર કરું છું. ' સિદ્ધ એવા જિનમતમાં પ્રયત્નવાળો હું જિનમતને નમસ્કાર કરું છું. અર્થાત્ જિનમત પ્રત્યે અત્યંત આદર અને બહુમાનના પરિણામને વ્યક્ત કરનારી બે હાથ જોડી મસ્તક નમાવવારૂપ દ્રવ્યથી નમસ્કારની ક્રિયા કરું છું અને શાસ્ત્રના એક એક શબ્દના જે ભાવ છે, તે ભાવને અનુરૂપ મારા આત્માને બનાવવારૂપ ભાવનમસ્કાર કરું છું. શ્રુત પ્રત્યેની પ્રબળ ભક્તિ જ પુનઃ પુનઃ નમસ્કાર કરાવી અને જિન મતાનુસાર જીવન જીવવાની તીવ્ર ભાવનાને વૃદ્ધિમાન કરે છે.
વિશિષ્ટ કોટિનું શ્રુતજ્ઞાન તથા શ્રુતજ્ઞાનના સારને પામેલા મૃતધારા મહાપુરુષોને સ્મૃતિમાં રાખી તેમની સામે શ્રત માટે યત્નવાન હું અત્યંત આદરથી આવા વિશિષ્ટ શ્રુતજ્ઞાનને નમસ્કાર કરું છું. તેવો ભાવ પ્રગટ થવો જોઈએ. તો જ આ પદ બોલતાં શ્રુતને રોકનાર કર્મની નિર્જરા થઈ શકે.
હવે જે જિનમતને નમસ્કાર કર્યો તે જિનમત કેવો છે, તેનું વર્ણન કરે છે -
નવી સયા સંનને - (જિનમત હોતે છતે) સંયમધર્મમાં સદા વૃદ્ધિ (થાય) છે.
ચારિત્રધર્મની વૃદ્ધિ કરવી, એ શ્રુતજ્ઞાનનું મહત્ત્વનું કાર્ય છે. આથી જ યોગ્યાત્માઓ શાસ્ત્રનું અધ્યયન કરી, વૈરાગ્ય પામી સંયમ જીવનને સ્વીકારે છે. સંયમ સ્વીકારીને સમિતિ, ગુપ્તિવાળા મુનિ ભગવંતો આગમ ગ્રંથોનો જેમ જેમ અભ્યાસ કરે છે, તેમ તેમ તેમની સંયમવિષયક પ્રજ્ઞા વિશદ થતી જાય છે. તેથી સંયમના, સમિતિના-ગુપ્તિના સૂક્ષ્મ-સૂક્ષ્મ ભાવો તેમને દેખાતા જાય છે. અને તે તે ભાવને અનુરૂપ તેઓ સમિતિ-ગુપ્તિનું ઉત્તરોત્તર વિશિષ્ટ પાલન કરે છે. જે સંવરભાવને પ્રગટ કરી, કર્મની નિર્જરા કરાવી છેક મોક્ષ સુધી
7. નિ . અહીં સપ્તમી વિભક્તિ છે, તે ચતુર્થી અર્થવાળી છે. તેથી જિનમતને નમસ્કાર
કરું છું, એવો અર્થ કરેલ છે.