Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 329
________________ ૩૦૨ સૂત્રસંવેદના-૨ | વિનયપૂર્વક ચૈત્યવંદન કરવાનો આદેશ મેળવી જમણો ઢીંચણ નીચે સ્થાપી, ડાબો ઢીંચણ જમીનથી કાંઈક ઊંચો રાખી હાથને યોગમુદ્રામાં સ્થાપન કરીને ભાવોલ્લાસપૂર્વક પરમાત્માના તે તે ગુણોના સ્મરણ માટે સંકલકુશલવલ્લી સ્તોત્ર તથા પોતાની ભાવવૃદ્ધિનું કારણ બને એવું કોઈપણ એક ચૈત્યવંદન બોલવું. ચૈત્યવંદન પૂરું થતાં સર્વ તીર્થો અને સર્વ બિંબોને વંદન કરીને મારા આત્માને હું કૃતાર્થ કરું, એવા ભાવપૂર્વક તીર્થનંદન એટલે કે જે કિંચિ સૂત્ર બોલવું. ૪. ત્યાર પછી “નમોહન્દુ ણ સૂત્ર બોલવું. જે કિંચિ સૂત્ર” દ્વારા સર્વ તીર્થોની વંદના કર્યા પછી ભાવઅરિહંતના ગુણોની સ્તવનારૂપ “નમોડલ્થ ણ' સૂત્ર બોલવું. અર્થના ઉપયોગપૂર્વક આ સૂત્ર બોલતાં અરિહંત પરમાત્મા જગતના જીવો ઉપર કઈ રીતે ઉપકાર કરે છે, તેમનું લોકોત્તર સ્વરૂપ કેવા પ્રકારનું છે, તેમનો બાહ્યવૈભવ, અંતરંગ ગુણસમૃદ્ધિ કેવી છે, તે દરેક વસ્તુની સ્મૃતિ થાય છે. તેથી સાધક આત્માનું ચિત્ત અરિહંત પરમાત્મા પ્રત્યે ઓવારી જાય છે, મન આનંદિત થાય છે અને તે તે ગુણો પ્રત્યેનો આદર અને બહુમાન વૃદ્ધિમાન થાય છે. - આ સૂત્ર યોગમુદ્રામાં રહીને બોલવાનું છે, તો પણ તેની આદિ અને અંતમાં તે પાંચ અંગ નમાવવાપૂર્વક નમસ્કારની ક્રિયા કરવાની છે. અને તેની છેલ્લી ગાથામાં ભૂતકાળમાં થયેલા, વર્તમાનમાં પણ દ્રવ્યજિનરૂપે જે અરિહંત પરમાત્માઓ વિચરે છે, અને ભવિષ્યમાં થનારા અરિહંતોને વંદના કરવામાં આવી છે. ૫. પછી “જાવંતિ ચેઈઆઈ' સૂત્ર બોલવું. ભાવઅરિહંતની વંદના કર્યા પછી તેમના પ્રત્યે અત્યંત ભક્તિભાવ વૃદ્ધિ પામતાં અરિહંતભગવંતની જે પ્રતિમાઓ છે, તે પ્રતિમાને વંદન કરવાનું મન થાય છે. આથી મુક્તાશક્તિ મુદ્રા (પ્રણિધાન મુદ્રા)માં, હાથને સ્થાપન કરી, મનને એકાગ્ર કરી, આ સૂત્ર એવી રીતે બોલવું કે, સર્વ સ્થાનમાં રહેલી પ્રતિમાઓની સ્મૃતિ થાય અને અહીં બેઠા બેઠા તે પ્રતિમાઓને ભાવથી વંદના કરી કૃતાર્થતા અનુભવાય. 7. મુક્તાશક્તિ મુદ્રામાં બે હાથની આંગળીઓ પરસ્પર સામે જોડીને બે હથેળીઓ વચ્ચેથી પોલી રાખીને લલાટે લગાડવાની કે અન્ય મતે લલાટથી કંઈક દૂર રાખવાની હોય છે.

Loading...

Page Navigation
1 ... 327 328 329 330 331 332 333 334 335 336 337 338