Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 333
________________ ૩૦૬ સૂત્રસંવેદના-૨ ત્યારપછી ત્રણ લોકમાં રહેલા સર્વ સ્થાપનાદિનની વંદનાદિ માટે : સવલોએ અરિહંત ચેઈયાણં' સૂત્ર બોલાય છે અને ત્યારપછી અન્નત્ય બોલી કાયોત્સર્ગ કરી સર્વ જિનની સ્તવનારૂપ સ્તુતિ બોલાય છે. તેનાથી ત્રણે ભુવનના સ્થાપના જિનને વંદનાનો પાંચમો અધિકાર અહીં પ્રાપ્ત થાય છે. ૯. ત્યારપછી પુખરવરદીસૂત્ર બોલી, સુઅસ્ત ભગવઓ કરેમિ કાઉસ્સગં કહી, વંદણવરિઆએ , અસત્ય કહી, એક નવકારનો કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ્ગ પારીને (નમો અરિહંતાણું કહીને) ત્રીજી થાય કહેવી. પરમાત્મા પ્રત્યે તીવ્ર ભક્તિભાવ પ્રગટવાના કારણે સાધકને પરમાત્માના વચન પ્રત્યે પણ અત્યંત આદર પ્રગટે છે. તેથી ચારે નિક્ષેપે રહેલા તીર્થકર ભગવંતને વંદના કર્યા પછી તેમના વચનરૂપ શ્રુતજ્ઞાન પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થાય છે. આથી જ શ્રુતજ્ઞાનની સ્તવનારૂપ પુખરવરદી સૂત્ર બોલે છે. આ સૂત્રની પહેલી ગાથા બોલતાં આ કાળમાં ધર્મનો આરંભ કરનારા વર્તમાનમાં વિચરતા વિહરમાન ભગવંતોને નજર સમક્ષ લાવી તેને વંદના કરવાની છે. અહીં વિહરમાન જિનની વંદનાનો છઠ્ઠો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યાર પછીના ‘તમ તિબિર.' વગેરે એક એક પદો અર્થના ઉપયોગપૂર્વક બોલતાં શ્રુતજ્ઞાનની ઉપાદેયતા, ઉપકારિતા, મહાનતા અને શક્તિસંપન્નતા નજર સામે તરવરે છે. આથી શ્રુતભગવાનની વિશેષ ભક્તિ અર્થે એક નવકારનો કાયોત્સર્ગ કરી શ્રુતજ્ઞાનની સ્તવનાર્થે શ્રુતજ્ઞાનની મહાનતાને સૂચવતી થાય બોલાય છે. આ રીતે અહીં શ્રુતજ્ઞાનની આરાધનાનો સાતમો અધિકાર પ્રાપ્ત થાય છે. ૧૦. ત્યારબાદ સિદ્ધાણં બુદ્ધાણં વેયાવચ્ચગરાણં અન્નત્ય કહી, એક નવકારનો કાઉસ્સગ કરવો. કાઉસ્સગ્ન પારીને (નમો અરિહંતાણં કહીને) નમોડર્ડ કહી ચોથી થાય કહેવી. શ્રુતજ્ઞાનનું કે, સર્વધર્મકાર્યનું અંતિમ ફળ સિદ્ધાવસ્થા છે. સિદ્ધાવસ્થા જૈ સાધકનું અંતિમ લક્ષ્ય છે, તે જ તેનું સ્વરૂપ છે. તે જ પરમ આનંદનું ધામ છે. આથી જ શ્રુતજ્ઞાનની સ્તવના કર્યા પછી સિદ્ધોની સ્તવના કરવા સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલાય છે. આ સૂત્રની પ્રથમ ગાથાને ઉપયોગપૂર્વક બોલવાથી

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338