Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 334
________________ શ્રી ચૈત્યવંદનની વિધિ સિદ્ધભગવંત પ્રત્યેનો આદર વૃદ્ધિમાન થાય છે. તેનાથી સર્વ સિદ્ધભગવંતોની વંદનાનો આઠમો અધિકાર સંપન્ન થાય છે. ૩૦૭ ત્યારપછી બીજી-ત્રીજી ગાથા બોલતાં જેમને ભાવપૂર્વક પ્રણામ કરતાં ભવસાગરને તરી શકાય છે, તે આપણા નજીકના ઉપકારી પરમાત્મા મહાવીર પ્રભુને વંદન કરવામાં આવે છે. આ રીતે વીર પ્રભુને વંદનાનો નવમો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારપછી ચોથી અને પાંચમી ગાથાથી વંદના કરી અંતે મસ્તક નમાવી સર્વ સિદ્ધભગવંતોને સ્મૃતિમાં લાવી તેમની પાસે સિદ્ધિની માંગણી કરવામાં આવે છે. આ ગાથાઓ દ્વારા ગિરનાર તીર્થની અને અષ્ટાપદ તીર્થની વંદનારૂપ દસમો અને અગિયારમો અધિકાર પ્રાપ્ત થાય છે. ત્યારપછી ધર્મનું ભૂષણ ઔચિત્ય છે, માટે અરિહંતાદિની સ્તવના પછી ઔચિત્યરૂપે તેમના શાસનની અને સંઘની સેવા તથા પ્રભાવના કરનારા દેવોના સ્મરણ માટે વેયાવચ્ચગરાણં' સૂત્ર બોલી કાયોત્સર્ગ કરાય છે. કેમ કે તેમના સ્મરણથી, તેઓ-વિશિષ્ટ શક્તિના યોગે શાસન ઉપરના વિધ્નોને દૂર કરવા પ્રયત્નશીલ બને છે. આ રીતે સમ્યગ્દષ્ટિ દેવોના સ્મરણાદિરૂપ બારમો અધિકાર અહીં પૂર્ણ થાય છે. ૧૧. પછી નમોડસ્થુ છું કહેવું. ૧૨. તે પછી પુનઃ અરિહંત ચેઈયાણં આદિ (મુદ્દા નં. ૭ થી ૧૦ અનુસાર) કહી ચાર થોયો કહેવી. ૧૩. પછી નમોઽત્યુ ણં કહી, જાવંતિ બોલી એક ખમાસમણ દઈને જાવંત કે વિ સાંÒ બોલી સ્તવન કહેવું અને પછી જયવીયરાય સૂત્ર (આભવમખંડા સુધી) કહેવું. આ રીતે બાર અધિકાર દ્વારા ચૈત્યવંદના કરવાથી અતિ પ્રસન્ન થયેલો ૭. દેવવંદનના ૧૨ અધિકા૨ો આ પ્રમાણે છે. અધિકાર કોને વંદન-સ્મરણ ૧લો રજો જો ભાવિજન દ્રવ્યજિન એક ચૈત્ય સ્થાપનાજિન પ્રથમાદિ પદ નમોત્થ ણું...જિઅભયાર્ણ સુધી જે આ અઈઆ.તિવિહેણ વંદામિ સુધી અરિહંત ચેઈઆણં+કાઉસ્સગ્ગ+થોય

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338