________________
શ્રી ચૈત્યવંદનની વિધિ
૩૦૫
ચૈત્યવંદનનો દેશ માંગી, આદેશ સ્વીકારી ચૈત્યવંદન, જે કિંચિ, નમોડલ્થ શું સૂત્ર બોલવું.
આટલી ક્રિયા કેવા ભાવથી કઈ રીતે કરવી તેની સમજણ પણ મધ્યમ ચૈત્યવંદનમાંથી સમજી લેવી.
ઉત્કૃષ્ટ ચૈત્યવંદનની આ ક્રિયા ૧૨ અધિકારમાં (વિભાગમાં) વહેંચાયેલી છે. તેમાં “નમોડલ્થ હાં' સૂત્ર ભાવ-અરિહંતની સ્તવનારૂપ છે. તેથી ભાવજિનની સ્તવનાનો પ્રથમ અધિકાર અહીં પ્રાપ્ત થાય છે.
નમોકલ્યુ ' સૂત્રની છેલ્લી ગાથા રે ગ ગગા...' માં ત્રણે કાળના દ્રવ્ય અરિહંતોને સ્મૃતિમાં લાવી વંદના કરવામાં આવી છે, તેનાથી દ્રવ્યજિનની વંદનાનો બીજો અધિકાર અહીં પ્રાપ્ત થાય છે.
૭. પછી ઉભા થઈને અરિહંત ચેઈયાણું૦, કહી એક નવકારનો કાઉસ્સગ કરી, કાઉસ્સગ્ગ પારીને (“નમો અરિહંતાણં' કહીને) નમોડતુo કહીને પ્રથમ થાય કહેવી.
“અરિહંત ચેઈયાણ' સૂત્ર અરિહંતના ચૈત્યોના વંદન-પૂજન આદિના ફળ માટે કરાતા કાયોત્સર્ગની પ્રતિજ્ઞા માટે બોલાય છે. તેથી ત્યાં સ્થાપનાદિનની વંદનાનો ત્રીજો અધિકાર પ્રાપ્ત થાય છે.
૮. ત્યારપછી લોગસ્સવ, સવ્વલોએ અરિહંત ચેઈયાણું કહીને એક નવકારનો કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ પારીને (નમો અરિહંતાણં કહીને) નમો હેતુ કહી બીજી થોય કહેવી.
મધ્યમ ચૈત્યવંદનની જેમ આટલી ક્રિયા કરીને ભાવજિન, દ્રજિન અને સ્થાપનાજિનને વંદન કર્યા પછી વિશિષ્ટ ચૈત્યવંદન કરવાની ભાવનાથી લોગસ્સ સુત્ર' દ્વારા નામજિનની સ્તવનાનો ચોથો અધિકાર પ્રાપ્ત થાય છે. આ સૂત્ર અર્થના ઉપયોગપૂર્વક એ રીતે બોલવું જોઈએ કે, આ અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા ૨૪ તીર્થંકર પરમાત્માઓ આપણી નજર સમક્ષ આવે અને તેમની સામે નતમસ્તકે ઉભેલા આપણે તેમને પ્રાર્થના કરીએ કે - “પ્રભુ આપ મારા ઉપર પ્રસન્ન થાઓ અને મને ભાવ-આરોગ્ય, બોધિ, શ્રેષ્ઠ સમાધિ અને સિદ્ધિ પ્રાપ્ત કરાવો.”