Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 331
________________ ૩૦૪ સૂત્રસંવેદના-૨ ૯. ત્યારપછી ઉભા થઈને અરિહંત ચેઈયાણ૦, અન્નત્ય કહી એક નવકારનો કાઉસ્સગ કરવો. કાઉસ્સગ્ન પારીને (“નમો અરિહંતાણં'. કહીને), નમો હેતુ બોલી, અધિકૃત જિનની સ્તુતિ/થોય કહેવી. આ બાબતની સમજણ જઘન્ય ચૈત્યવંદનની વિધિમાંથી મેળવી લેવી. ૧૦. અંતમાં એક ખમાસમણ દેવું. કાર્યની પૂર્ણાહુતિ થતાં પુનઃ પ્રભુને વંદના કરવા માટે પંચાંગ પ્રણિપાંત મુદ્રાપૂર્વક આ સૂત્ર બોલી એક ખમાસમણ દેવું. ઉત્કૃષ્ટ ચૈત્યવંદન : ૧ ૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઉભા થઈને ઈરિયાવહિયાળ', તસ્મ ઉત્તરી, અન્નત્થ૦ કહી (ચંદેસુ નિમલયરા) સુધીના એક લોગસ્સનો (ન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ કરવો. કાઉસ્સગ પારીને (“નમો અરિહંતાણં' કહીને) પ્રગટ લોગસ્સ કહેવો. • ૨. ત્યારપછી ત્રણ ખમાસમણ દઈને, ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું એ પ્રમાણે આદેશ માંગી, ઈચ્છે' કહી આદેશનો સ્વીકાર કરવો. ૩. ત્યાર બાદ સકલકુશલવલ્લી, કહી કોઈપણ એક ચૈત્યવંદન કરી, જે કિંચિ સૂત્ર કહેવું. ૪. ત્યાર પછી ‘નમોહન્દુ ણસૂત્ર કહેવું ઉપરોક્ત સર્વ વિગત કેવા ભાવપૂર્વક બોલવી તે મધ્યમ ચૈત્યવંદનમાંથી સમજી લેવી. ૫. એ પછી જયવીયરાય સૂત્ર (આભવમખેડા સુધી) બોલવું. છે. આ રીતે એકવાર ચૈત્યવંદન પૂર્ણ થયા. પછી પુનઃ ખમાસમણ દઈ, 8. ઉત્કૃષ્ટ ચૈત્યવંદનઃ નમોડલ્થ , અરિહંત ચેઈઆણંડ, લોગસ્સા, ફખરવરદી અને સિદ્ધાણં એ પાંચ દંડકસૂત્રો અથવા પાંચ નમોહન્દુ અને સ્તુતિના બે યુગલો એટલે કે ૮ થોયો વડે, સ્તવન, જાવંતિ ચેટ, જાવંત કે વિ૦ અને જયવીયરાય એ ત્રણ પ્રણિધાન સૂત્ર વડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે.

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338