________________
૩૦૦
સૂત્રસંવેદના-૨
વંદનાદિથી પ્રાપ્ત થતાં ઉત્તમ ફળો મેળવવા માટે શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાપૂર્વક એક નવકારનો કાયોત્સર્ગ કરવો.
નમસ્કાર મહામંત્રના સ્મરણ કરતાં કરતાં મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક શુભધ્યાનમાં લીન થવાના પ્રયત્નરૂપ આ કાયોત્સર્ગની ક્રિયા એ મુખ્ય ચૈત્યવંદન સ્વરૂપ છે. તેથી આ કાયોત્સર્ગની ક્રિયા એવી રીતે કરવી જેથી વીતરાગભાવની અત્યંત નજીક જઈ શકાય. કાયોત્સર્ગની પૂર્ણાહુતિ સ્વરૂપે નમો અરિહંતાણં' પદનું ઉચ્ચારણ કરવું અને ત્યારપછી જે પરમાત્મા સામે હોય, તેમની સ્તવનાસ્વરૂપ થાય કે સ્તુતિ બોલવી.
૩. અંતમાં એક ખમાસમણ આપવું.
પ્રાંતે પુનઃ પરમાત્માને વંદન કરવારૂપ એક ખમાસમણની ક્રિયા કરવી. મધ્યમ ચૈત્યવંદન
૧. પ્રથમ એક ખમાસમણ દઈને ઉભા થઈને ઈરિયાવહિયા, તસ્ય ઉત્તરી, અન્નત્થ૦ કહી ચંદેસુ નિમલયરા સુધીના એક લોગસ્સનો (ન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ્ન કરવો, કાઉસ્સગ્ન પારીને (નમો અરિહંતાણં' કહીને) પ્રગટ લોગસ્સ સૂત્ર બોલવું. .
સૌ પ્રથમ ખમાસમણ સૂત્ર વડે ગુણસંપન્ન આત્માને વંદન કરવું. ત્યારપછી ઉભા થઈને ઘરથી મંદિર સુધી આવતાં કે દ્રવ્યપૂજા કરતાં અજયણા કે અવિધિથી જીવોની જે કિલામણા થઈ હોય તેનું પ્રતિક્રમણ કરવા માટે પૂછવું કે – 'इच्छाकारेण संदिसह भगवन् ! इरियावहियं पडिक्कमामि' હે ભગવન્! સ્વેચ્છાથી આજ્ઞા આપો. હું ઈર્યાપથિકી પ્રતિક્રમણ કરું ?
5. મધ્યમ ચૈત્યવંદન : જે ચૈત્યવંદનમાં અરિહંત ચેઈયાણ, અન્નત્ય, એક નવકારનો
કાઉસ્સગ્ન અને પારીને એક સ્તુતિ બોલાય તે એક દંડક અને એક સ્તુતિવાળી મધ્યમ ચૈિત્યવંદના કહેવાય છે.
અન્ય આચાર્યો બે અથવા ત્રણ, નમોહન્દુ ણે વાળી મધ્યમ ચૈત્યવંદનાં કહે છે. 6. જઘન્ય કે મધ્યમ ચૈત્યવંદના ઈરિયાવહી પ્રતિક્રમણ વિના પણ કરાય છે. જ્યારે ઉત્કૃષ્ટ
ચૈત્યવંદના તો નિસીહિ' બોલી ઈરિયાવહી પ્રતિક્રમણપૂર્વક શરુ કરાય છે.