Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 325
________________ ચૈત્યવંદનની વિધિ પ્રભુ સાથે તાદાત્ય સાધવાનું શ્રેષ્ઠ સાધન ચૈત્યવંદન છે. શાસ્ત્રમાં બતાવેલી વિધિ અનુસાર આ ચૈત્યવંદન કરવામાં આવે તો સાધક આત્મા સહજતાથી પરમાત્મા સાથે અનુસંધાન કરી આત્માના પરમ આનંદને પ્રાપ્ત કરી શકે છે. ચૈત્યવંદન કરતાં પૂર્વે આટલી બાબતો ધ્યાનમાં લેવી - * ચૈત્યવંદન કરવા માટે ભાઈઓએ પ્રભુની જમણી બાજુ અને સ્ત્રીઓએ પ્રભુની ડાબી બાજુ બેસવું. *ચૈત્યવંદન કરતાં પ્રભુ અને ચૈત્યવંદન કરનાર સાધક વચ્ચે ઓછામાં ઓછું (શક્ય હોય તો) નવ હાથનું અને વધુમાં વધુ સાઈઠ હાથનું અંતર રાખવું. * શ્રાવકોએ અંગ અને અગ્રપૂજા પૂર્ણ થયા પછી અને શ્રમણભગવંતોએ ત્રણ પ્રદક્ષિણા વગેરેની ક્રિયા પૂર્ણ કર્યા પછી, ચૈત્યવંદન કરતાં પૂર્વે દ્રવ્યપૂજાદિના ત્યાગરૂપે ત્રીજી વાર ‘નિસીહિ' બોલવી. * સાધુભગવંતોએ રજોહરણથી અને શ્રાવક-શ્રાવિકાઓએ ખેસ કે સાડીના છેડાથી કોઈ જીવોની વિરાધના ન થાય તે માટે ચૈત્યવંદન કરવાની ભૂમિને પ્રમાર્જવી. *ચૈત્યવંદન કરવાના અધિકારી કોણ છે? અને હું અધિકાર સંપન્ન છું કે નહિ ? તેનો વિચાર કરી,ચૈત્યવંદન કરતાં પહેલા અધિકાર પ્રાપ્ત કરવા યત્ન કરવો.

Loading...

Page Navigation
1 ... 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338