Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 326
________________ શ્રી ચૈત્યવંદનની વિધિ * ચૈત્યવંદનમાં આવતી મુદ્રાઓ કઈ, કેવી રીતે કરવી, ક્યારે કરવી અને ત્યારે ભાવ શું કરવો તે યોગ્ય ગુરુભગવંત પાસે જાણી લેવું. ૨૯૯ * ચૈત્યવંદનની વિધિ, તેમાં આવતાં સૂત્રો અને તેના ભાવાર્થો યોગ્ય ગુરુભગવંત પાસે શીખી તેને સુઅભ્યસ્ત કરવાં. * ત્યાર પછી ‘ભૂમિકા'માં બતાવ્યા મુજબ ચૈત્યવંદનને યોગ્ય ચિત્ત તૈયા૨ કરી સંયોગ અનુસાર જઘન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ ચૈત્યવંદન કરવું. જઘન્ય ચૈત્યવંદન :1 ૧. પ્રથમ ત્રણ ખમાસમણ દેવા. પ્રભુમાં રહેલા અનંતજ્ઞાન, અનંતદર્શન અને અનંતચારિત્રરૂપ ગુણો સ્વમાં પ્રગટ થાય તેવી ભાવના સાથે સાધકે ત્રણ ખમાસમણ આપવા. પ્રભુના જ્ઞાનાદિ ગુણો પ્રત્યેના બહુમાનપૂર્વક કરાતો આ વંદનનો પ્રયત્ન જ્ઞાનાદિ ગુણોમાં વિઘ્ન-આપાદક કર્મના નાશનું કારણ બને છે. ૨. ત્યારપછી ઊભા થઈને અરિહંત ચેઈયાણું, અન્નત્થ૦ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો, કાઉસ્સગ્ગ પારીને (‘નમો અરિહંતાણં’ કહીને) ‘નમોઽર્હત્॰ - બોલી અધિકૃત જિનની સ્તુતિ-થોય કહેવી. પરમાત્માને ત્રણ ખમાસમણા આપ્યા પછી પગને જિનમુદ્રામાં અને હાથને યોગમુદ્રામાં સ્થાપિત કરીને, જિનના વંદનાર્થે ચૈત્યસ્તવ એટલે કે અરિહંત ચેઈયાણં સૂત્ર બોલવું. આ સૂત્રથી અર્હત્-ચૈત્યોનું આલંબન સ્વીકારીને તેમના 1. ઉપરમાં જે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ચૈત્યવંદનની વિધિ બતાવી છે, તે વ્યવહારમાં પ્રચલિત વિધિ છે અને ચૈત્યવંદનભાષ્યાદિ ગ્રંથમાં નિમ્નોક્ત વિધિ છે. જઘન્ય ચૈત્યવંદન : ‘નમો જિણાણં' ઈત્યાદિ એક પદરૂપ નમસ્કાર વડે, માત્ર અંજલિબદ્ધ પ્રણામ વર્ડ, ૧ શ્લોક વડે, ૧ થી માંડી ૧૦૮ સુધીના ઘણા શ્લોકો વડે અને ૧ નમોઽત્યુ થં રૂપ નમસ્કાર વડે : એમ પાંચેય રીતિએ જઘન્ય ચૈત્યવંદના થાય છે. 2. નમોઽર્હત્ સૂત્ર માત્ર પુરુષોએ બોલવાનું હોય છે. ૩. જિનમુદ્રામાં બે પગનાં અંગૂઠા વચ્ચે આગળ ચાર આંગળ જેટલું અંતર અને પાછળ બે પાનીઓ વચ્ચેનું અંતર તેનાથી કંઈક ઓછું રાખી સરખા ઊભા રહેવાનું હોય છે. 4. યોગમુદ્રામાં બે હાથની દશ આંગળીઓને સામસામી એકબીજાના આંતરે ભરાવી હથેળીનો આકાર કમળના ડોડા જેવો કરી બે હાથની કોણીઓ પેટ ઉપર રાખવાની હોય છે.

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338