________________
૨૮૮
સૂત્રસંવેદના-૨
*સામાન્ય જન દેવોની પાછળ પડ્યા છે. જ્યારે વિબુઘવરો વીર પ્રભુની સેવામાં તત્પર બન્યા છે. મારું પરમ સદ્ભાગ્ય છે કે આવા પ્રભુ મને મળ્યા છે અને આવા પ્રભુના શાસનમાં મારો જન્મ થયો છે. હવે હું આ પ્રભુની સેવામાં તત્પર બની જાઉં. તેમના વચનાનુસાર મારું જીવન બનાવી મારો જન્મ સફળ કયું”
આ વીર પરમાત્માને કરેલા ઘણા નમસ્કાર તો દૂર રહો, પણ ભાવપૂર્વક કરેલ એક નમસ્કાર પણ શું ફળ આપે તે જણાવતાં કહે છે
=
ફલ્મો વિ નમુક્કારો નિાવર-વસહસ્સે વહુમાળફ્સ - જિનોમાં શ્રેષ્ઠ વૃષભતુલ્ય વર્ધમાનસ્વામીને કરેલો એક પણ નમસ્કાર,
અવિધિજન આદિ અનેક જિનોમાં માર્ગદેશકતા આદિ ગુણોને કારણે ભગવાન વીર શ્રેષ્ઠ છે, માટે તેમને જિનવર કહેવાય છે. વળી, સામાન્ય પ્રાણી કરતાં ભારને વહન કરવામાં જેમ વૃષભ શ્રેષ્ઠ અને સક્ષમ ગણાય છે, તેમ સામાન્ય સાધક કરતાં વિશેષ પ્રકારે પરમાત્મા ૧૮૦૦૦ શીલાંગના રથને વહન કરે છે અને અનેક ભવ્યાત્માઓ પાસે તેનું વહન કરાવે છે. માટે પરમાત્માને વૃષભતુલ્ય કહેલ છે.
સંસાર-સાગરાનો તારેક નર વ નારિ વા - સ્ત્રી અથવા તો પુરુષને સંસાર-સાગરથી તારે છે.
શ્રેષ્ઠ એવા પ્રભુને જ્યારે સર્વ સામર્થ્યથી નમસ્કાર ક૨વામાં આવે છે ત્યારે નમસ્કાર કરનાર સ્ત્રી હોય કે પુરુષ તે તુરંત જ સંસાર સાગરથી તરે છે.
જીવ અનાદિકાળથી મોહને આધીન બની જીવે છે. તેની આ મોહાધીનતા તે જ સંસાર છે. મોહને મારવાનું કાર્ય અતિ કપરું હોય છે. છતાં જેઓ વર્ધમાનસ્વામીને એકવાર ભાવથી નમસ્કાર કરે છે તેઓ મોહને મારી સંસારથી પર થઈ શકે છે.
આ ભાવનમસ્કાર એટલે સામર્થ્યયોગનો નમસ્કાર શાસ્ત્રમાં નમસ્કારના ત્રણ પ્રકારો બતાવ્યા છે ઇચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ તેમા ઇચ્છાયોગનો નમસ્કાર, પરમાત્માના ગુણોમાં એકતાન બનવાની ઇચ્છા રૂપ છે. શાસ્ત્રયોગમાં શાસ્ત્રાનુસારી સર્વ પ્રયત્ન છે અને સામર્થ્યયોગનો નમસ્કાર પોતાનાં સર્વ