________________
શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર
માટેની સાધાનો પ્રારંભ કર્યો. આ જ પર્વત ઉપર ચોપનમાં દિવસે નેમનાથ ભગવાનને કેવળજ્ઞાન થયું. દેવોએ સમવસરણની રચના કરી. ત્યાર પછી તેઓ અન્ય જીવોના હિતાર્થે પૃથ્વીતળ ઉપર વિચર્યા. હજાર વર્ષના અંતે પરમાત્મા પુનઃ ઉજ્જયંતગિરિ પધાર્યા અને શુક્લધ્યાનના છેલ્લા બે પાયા ઉપર આરૂઢ થઈ શૈલેશીકરણપૂર્વક આયુષ્ય પૂર્ણ થતાં સર્વ કર્મનો વિનાશ કરી પરમાત્મા અહીંથી જ મોક્ષમાં સંચર્યા.
૨૯૧
આ રીતે આ સ્થળ સાથે પરમાત્માના ત્રણે કલ્યાણકોને યાદ કરીને, તે તે સ્થિતિની પ્રાપ્તિની ભાવના સાથે આ પદ બોલતાં પરમાત્માને વંદના કરવામાં આવે તો પોતાનાં પણ સંયમ, કેવળજ્ઞાન અને મોક્ષમાં વિઘ્ન કરનારાં કર્મનો વિનાશ થાય છે.
તું ધમ્મ-પીવાનું અરિકનેમિં નમામિ - ધર્મચક્રવર્તી તે નેમનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું.
ચક્રરત્ન વડે છ ખંડના વિજેતા બની, છએ ખંડમાં જેઓ પોતાનું સામ્રાજ્ય પ્રવર્તાવે છે, તેમને ભૌતિક ક્ષેત્રે ચક્રવર્તી કહેવાય છે. તે જ રીતે પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મનના વિજેતા બની, ઘનઘાતિ કર્મનો નાશ કરી, કેવળજ્ઞાનાદિ ગુણસંપત્તિને પ્રાપ્ત કરી, જેઓ સ્વ અને ૫૨ માટે ચાર ગતિને છેદનાર એવા ધર્મરૂપ ચક્રને પ્રવર્તાવે છે, તેમને ધર્મચક્રવર્તી કહેવાય છે. ધર્મના ચક્રવર્તી એવા નેમનાથ ભગવાનને હું નમસ્કાર કરું છું.
ચત્તારિ ગટ્ટુ રસ હોય વૈવિયા નિાવરા ચડવ્વીસ – ચાર, આઠ, દસ અને બે (એ રીતે અષ્ટાપદ પર્વત ઉપર સ્થાપન કરાયેલા), વંદાયેલા ચોવીસે જિનેશ્વરો.
અષ્ટાપદ પર્વત ઉપર શ્રી ભરતચક્રીએ સિંહનિષદ્યા નામનો પ્રાસાદ (દેરાસર) બનાવીને તેમાં દક્ષિણાદિ દિશાના ક્રમે ચાર, આઠ, દસ અને બે એમ ચોવીસ જિનેશ્વરોની પ્રતિમાઓ પ્રતિષ્ઠિત કરી છે. તેને મનમાં ઉપસ્થિત કરીને આ પદ દ્વારા વંદન કરવાના છે.
પરમ૬-નિજ઼િગઠ્ઠા, સિદ્ધા સિદ્ધિ મમ વિક્સંતુ - પરમાર્થને પામેલા, કૃતકૃત્ય થયેલા એવા સર્વ સિદ્ધભગવંતો મને મોક્ષ આપો !
સર્વ આસ્તિક ધર્મનું અંતિમ પ્રયોજન મોક્ષ છે. સિદ્ધભગવંતોએ અંતિમ ધ્યેય