Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 319
________________ ૨૯૨ સૂત્રસંવેદના-૨ સ્વરૂપ · મોક્ષ પ્રાપ્ત કર્યો છે અને તેથી જ હવે તેઓ કૃતકૃત્ય થઈ ગયા છે: તેમને હવે ક૨વા યોગ્ય કાંઈ જ બાકી રહ્યું નથી, તેમને કાંઈ મેળવવાની કે ભોગવવાદિની ઈચ્છા પણ નથી અને તે માટે તેઓ પ્રયત્ન પણ કરતા નથી, આથી જ સિદ્ધભગવંતો ૫૨માર્થથી નિષ્ઠિત અર્થવાળા કહેવાય છે. નિષ્ઠિત એટલે પૂરું થયેલું અને અર્થ એટલે પ્રયોજન. સિદ્ધભગવંતોએ મોક્ષ મેળવવારૂપ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરી લીધું છે, એટલે તેઓને નિષ્ઠિત અર્થવાળા કહેવાય છે. ‘પરમાર્થથી' પ્રયોજનસિદ્ધ એવું કહેવા દ્વારા સંસારમાં રહેલાં કેવલિભગવંતોની બાદબાકી થાય છે, કેમ કે કેવલિભગવંતોએ પણ પોતાનું કાર્ય પૂરું કરી લીધું છે, એવું વ્યવહારથી કહેવાય છે, પણ નિશ્ચયથી એટલે કે પરમાર્થથી તો માત્ર સિદ્ધભગવંતો જ નિષ્ઠિત અર્થવાળા છે. કારણ સંસારમાં રહેલા કેવલજ્ઞાનીને હજી પણ ચાર અઘાતિકર્મ ખપાવવાના બાકી છે. આ ગાથા બોલતાં સાધક સિદ્ધભગવંતોને સંબોધન કરી, તેમને હૃદયકમળમાં બિરાજમાન કરી, સામે રહેલા સિદ્ધભગવંતોને પ્રાર્થના કરતાં કહે છે કે, “હે સિદ્ધભગવંતો ! સર્વ કર્મ ખપાવી આપે જે સિદ્ધિતિ પ્રાપ્ત કરી છે, આપ જે આત્માનંદને માણી રહ્યા છો, સ્વાધીન સુખમાં જે વિલસો છો તે સુખ, આનંદ અને ગતિ મને પણ આપો. વર્તમાનમાં તે ન આપી શકો તો તે માટેનો પ્રયત્ન પા આપ પ્રાપ્ત કરાવો અને પરંપરાએ ત્યાં સુધી પહોંચાડો...” આ પ્રાર્થના એક અભિલાષારૂપ છે અને આવી અભિલાષા જ સિદ્ધપદની પ્રાપ્તિનાં ઉપાયરૂપ જે શ્રુતધર્મ અને ચારિત્રધર્મ કે જે જ્ઞાન અને ક્રિયા માર્ગ છે, તે માર્ગમાં સુદૃઢ પ્રયત્ન કરાવવામાં કારણ બને છે. જે ચીજની અભિલાષા જ ન હોય તેને મેળવવા પુરુષાર્થ થતો નથી.

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338