________________
શ્રી વેયાવચ્ચગરાણં સૂત્ર
૨૯૫
સંતિકાર - શાંતિદાતા (દેવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું.)
સંઘમાં મારી, મરકી કે દુષ્ટ દેવોએ કરેલો કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ થયો હોય તો શાસનરક્ષક દેવો સ્વયં આવીને પણ તે ઉપદ્રવોને શાંત કરે છે અને જો તેઓનો ઉપયોગ ન હોય તો સાધક દ્વારા તેમનું સ્મરણ કરાતાં જ તેઓ આવીને સંઘમાં શાંતિ સ્થપાય તેવું કાર્ય કરે છે.
સધિર્દિ-સમાદિરા - સમ્યગ્દષ્ટિ જીવોને સમાધિને કરનારા (દવોના સ્મરણ માટે હું કાયોત્સર્ગ કરું છું.)
અહીં સમ્યગ્દષ્ટિ એટલે સામાન્યથી ધર્મ પ્રત્યે પ્રીતિવાળા સર્વ જીવો. ધર્મ પ્રત્યે પ્રેમવાળા આત્માઓને જ્યારે જ્યારે સ્વ-પરની સમાધિ જોખમાતી હોય તેવું લાગે અને અસમાધિને ટાળવાનું પોતાનું સામર્થ્ય ન જણાય ત્યારે તેઓ પોતાનાથી અધિક શક્તિવાળા સમકિતી દેવ-દેવીને યાદ કરે છે અને તેમના નિમિત્તે કાયોત્સર્ગ આદિ કરે છે અને સમકિતી દેવો તરત જ પ્રત્યક્ષ થઈ તત્કાળ અસમાધિના કારણોને દૂર કરી આપે છે. જેથી તે આત્મા સ્વયં સમાધિને પામે છે.
સુલસા સતીએ પુત્રના વિરહમાં પતિની અસમાધિ જોઈ, શાસનરક્ષક દેવોને યાદ કર્યા. દેવે આવી ૩૨ ગુટિકાઓ આપી. જેનાથી સુલતાને ૩૨ પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, આથી પતિની અસમાધિ ટળી ગઈ. સીતા સતીએ અગ્નિમાં ઝંપલાવતા દેવોને યાદ કર્યા, દેવ પ્રત્યક્ષ થયા. ત્યાં જ અગ્નિકુંડ પાણીના સરોવરમાં પલટાઈ ગયો ! મનોરમા શેઠાણીએ શાસનદેવને ઉદ્દેશીને કાયોત્સર્ગ શરુ કર્યો. ત્યારે સુદર્શન શેઠ માટે તૈયાર થયેલ શૂળી સિંહાસનમાં પલટાઈ ગઈ ! મંત્રીશ્વર શકવાલની પુત્રી યક્ષા સાધ્વીજીએ પર્યુષણાપર્વના દિવસે પોતાના નાના ભાઈ શ્રીયકને ઉપવાસ કરાવ્યો. અસહ્ય સુધાવેદનીયના કારણે મુનિ શ્રીયક કાળધર્મ (મૃત્યુ) પામ્યા. આ બનાવથી યક્ષા સાધ્વીને ખૂબ દુ:ખ થયું. જ્ઞાની ગુરુભગવંત પાસે પ્રાયશ્ચિત કર્યું. છતાં મનને શાંતિ ન મળી. શ્રીસંઘે કાયોત્સર્ગ કરી શાસનદેવીને પ્રત્યક્ષ કરી પ્રત્યક્ષ થયેલ. દેવી મહાવિદેહક્ષેત્રમાં સીમંધરસ્વામી પાસે યક્ષા સાધ્વીજીને લઈ ગયા. પ્રભુએ સ્વમુખે કહ્યું, ‘યક્ષા ! તમો નિર્દોષ છો.” યક્ષા સાધ્વીજી સ્વસ્થ થયા અને ભરતક્ષેત્રના સંઘ માટે ચાર અધ્યયનો ભેટરૂપે આપ્યા. આમ પ્રત્યક્ષ કે પરોક્ષ