Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 310
________________ શ્રી સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ૨૮૩ બુંદની જેમ જોઈ શકે છે. કોઈ પણ દ્રવ્યના કોઈપણ પર્યાયને જોવા હવે તેમને નેત્ર કે પુસ્તક આદિ કોઈની પણ સહાય લેવી પડતી નથી. સર્વદ્રવ્ય, સર્વકાળ, સર્વ જીવો અને જડ પદાર્થો આ બધાની ભૂત-ભાવિ-વર્તમાન સર્વ અવસ્થાઓને તેઓ હરપળે, હરક્ષણે કોઈની સહાય વિના જોઈ શકે છે. સિદ્ધ અને બુદ્ધ એવા પણ ભગવાન કેવા છે, તે અન્ય વિશેષણો દ્વારા કહે છે... પારાવાર - સંસારના પારને પામેલા અથવા સર્વ પ્રયોજન જેમનાં સિદ્ધ થઈ ગયાં છે (તેવા સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું.) | સર્વ કર્મરહિત અને કેવળજ્ઞાનને પામેલા પણ ભગવાન સંસારના પારને પામી ગયા છે, એટલે હવે તેઓ સંસારમાં આવતા નથી અને તેમને કાંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. જ્યાં સુધી જીવ કર્મયુક્ત હોય છે અને જ્ઞાનાદિ ગુણોથી રહિત હોય છે ત્યાં સુધી જ તેને સંસારમાં એક સ્થાનથી બીજા સ્થાનમાં ભટકવું પડે છે, ચારગતિના ચકરાવામાં ચકરાવું પડે છે. એક યોનીમાંથી બીજી યોનીમાં જન્મ લઈ મરવું પડે છે. પરંતુ જીવ જ્યારે કેવળજ્ઞાનાદિ ગુણોને પ્રગટ કરી સર્વકર્મથી મુક્ત થઈ સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે ત્યારપછી તેમને આ સંસારમાં પુન: ભટકવું પડતું નથી માટે તેને સંસાર સમુદ્રમાંથી પાર પામેલા કહેવાય છે. “પરથા' નો અર્થ “જેના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે” એવો પણ થાય છે. જેને હવે કરવાયોગ્ય કાંઈપણ કરવાનું બાકી ન રહેતું હોય તે કૃતકૃત્ય કે સિદ્ધ કહેવાય છે. સંસારરસિયા જીવોને સાંસારિક સુખો મેળવવા ધનાદિની જરૂર પડે છે અને તે ધનાદિને પ્રાપ્ત કરવા તે સેંકડો પ્રયત્ન કરે છે. જ્યારે સિદ્ધના જીવોને સુખ મેળવવા કાંઈ કરવું પડતું નથી. આ એવા જીવો છે કે જેઓ પરમસુખને પામી ચૂક્યા છે તેને હવે કાંઈ જ કરવાનું બાકી રહેતું નથી. સંસારનો પાર પામેલા સિદ્ધભગવંતો આ અવસ્થાને કઈ રીતે પ્રાપ્ત કરે છે, તે જણાવતાં કહે છે - પરંપરાળપરંપરાએ મોક્ષને પામેલા (સિદ્ધપરમાત્માને હું નમસ્કાર 2. જેઓ એવું માને છે કે, જગતની ઉન્નતિ માટે ભગવાન અવનીતલ ઉપર જન્મ લે છે. જન્મીને અધર્મના નાશ માટે અને ધર્મની ઉન્નતિ માટે કાંઈક કાર્ય કરે છે, તે દર્શનની માન્યતા યોગ્ય નથી, તે આ પદથી સાબિત થાય છે. છે. સ્વેચ્છાવાદી કેટલાક એવું માને છે કે – દરિદ્ર આત્માને જેમ અચાનક રાજ્યની પ્રાપ્તિ

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338