________________
૨૮૨
સૂત્રસંવેદના-૨
चत्तारि अट्ट दस दो य, वंदिआ चउव्वीसं जिणवरा । चत्वारः अष्ट दश द्वौ च, वंदिताः चतुर्विंशतिः जिनवराः ।
ચાર, આઠ, દસ અને બે (આ સ્વરૂપે અષ્ટાપદ ઉપર સ્થાપન કરાયેલા), વંદાયેલા ચોવીશ જિનેશ્વરી, परमट्ठ-निटिअट्ठा, सिद्धा मम सिद्धिं दिसंतु ।।५।। परमार्थ-निष्ठितार्थाः सिद्धाः मम सिद्धि दिशन्तु ।।५।।
પરમાર્થને પામેલા, કૃતકૃત્ય થયેલા એવા સર્વ સિદ્ધો ! મને મોક્ષ આપો.પી. વિશેષાર્થ : સિદ્ધા. - 'સિદ્ધ થયેલા, (સિદ્ધપરમાત્માને હું નમસ્કાર કરું છું.)
સર્વ કર્મનો ક્ષય કરી જેઓ સિદ્ધિ ગતિને પામ્યા છે તેમને સિદ્ધ કહેવાય છે. આત્મા જ્યાં સુધી કર્મ સાથે સંકળાયેલો હોય છે ત્યાં સુધી તે કર્મને પરાધીન બની ચાર ગતિમાં ભટક્યા કરે છે. નવા નવા શરીર ધારણ કરે છે અને તેના દ્વારા તે અનેક પ્રકારની પીડાઓનો ભોગ બને છે; પરંતુ જ્યારે આત્મા સર્વ કર્મથી મુક્ત થાય છે ત્યારે શરીર સાથે બંધાવવાનું, જ્યાં ત્યાં ભટકવાનું અને દુ:ખી થવાનું બંધ થાય છે અને ત્યારે આત્મા સંપૂર્ણ સ્વાધીન બનીને પોતાના સહજ સુખને માણી શકે છે. આ રીતે સહજ સુખમાં વિલસતાં સિદ્ધ ભગવંતને આ પદ દ્વારા વંદન કરવામાં આવે છે..
સિદ્ધ શબ્દથી યોગસિદ્ધ, મંત્રસિદ્ધ, તપસિદ્ધ, કર્મસિદ્ધ આદિ અનેક સિદ્ધોનો સમાવેશ થઈ શકે છે, તે બધાનું ગ્રહણ ન થાય માટે સિદ્ધ ભગવાનના સ્વરૂપને સ્પષ્ટ કરતું આ બીજું પદ કહે છે –
વૃદ્ધા - કેવળજ્ઞાન પામેલા (સિદ્ધભગવંતને હું નમસ્કાર કરું છું.) સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતાં પૂર્વે કર્મનો નાશ કરવા સાધક જ્યારે ક્ષપકશ્રેણી માંડે છે ત્યારે ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં આગળ વધતા તે (ચાર ઘાતી કર્મનો ક્ષય કરી) તેરમા સયોગી કેવલી નામના ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે, અને ત્યારે તે કેવળજ્ઞાનાદિ આત્માના ગુણોને પ્રગટ કરે છે. પ્રગટ થયેલા તે ગુણો ત્યારપછી અનંતકાળ સુધી સિદ્ધ અવસ્થામાં પણ સાથે રહે છે. તેથી સિદ્ધ ભગવંતોને “બુદ્ધ' કહેવાય છે.
કેવળજ્ઞાન પામેલા સિદ્ધ ભગવંતો ચરાચર જગતને હાથમાં રહેલ પાણીના 1. સિદ્ધાર્જ - સિદ્ધ શબ્દનું વિશેષ સ્વરૂપ નવકારમાંથી જોવું.