________________
શ્રી પુફખરવરદી સૂત્ર
૨૭૧
‘સર્વ દર્શન તણું મૂળ તુજ શાસનમ્ તેણે તે એક સુવિવેક સુણિયે.” આમ જિનમત સર્વ મતમાં રહેલું છે તેથી પણ તેને સિદ્ધ કહેવું યોગ્ય છે. (૩) સિદ્ધ એટલે પ્રખ્યાત. કષ, છેદ અને તાપ પરીક્ષાથી શુદ્ધ સુવર્ણ જેમ સુવર્ણરૂપે પ્રખ્યાતિ પામે છે, તેમ કષાદિ ત્રણ પરીક્ષાથી શુદ્ધ શાસ્ત્રો જગતમાં પ્રખ્યાતિ પામે છે. અન્ય મતના સિદ્ધાંતો ત્રણે પરીક્ષાથી ઉત્તીર્ણ હોતા નથી. આથી જ તે જૈનમત જેવી પ્રખ્યાતિ પામી શકતા નથી.
જૈનમત (જૈન સિદ્ધાંત) મોક્ષના સુખને અવશ્ય અપાવે છે. સર્વ સ્થાનમાં વ્યાપીને રહેલ છે અને સર્વ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાના કારણે પ્રસિદ્ધિને પામેલ છે, તેથી તે સિદ્ધ છે. આવા સિદ્ધ જિનમતમાં હું પ્રયત્નવાળો છું.
મો! પળો - હે મૃતધર પરમર્ષિઓ ! તમે જુઓ હું શ્રુતમાં પ્રયત્નવાળો બન્યો છું. કેમ કે, હું સમજું છું કે, સંસારનો વિસ્તાર અને મોક્ષની પ્રાપ્તિ મને આ ઋતથી જ થવાની છે માટે જ શાસ્ત્રનો સતત અભ્યાસ કરું છું. તેના ભાવોને સમજવા બુદ્ધિનો પૂર્ણ ઉપયોગ કરું છું. જે જે ભાવોને સમજું છું, તે તે ભાવોને અનુસારે મારા મન-વચન-કાયાને પ્રવર્તાવું છું. 6. કષ-છેદ-તાપ પરીક્ષાથી શુદ્ધ (a) કષ-પરીક્ષા શુદ્ધઃ આ સુવર્ણ અસલી છે કે નકલી, તેની તપાસ માટે તેને કસોટી પત્થર
ઉપર ઘસવામાં આવે છે. જો યોગ્ય રેખા થાય તો તે સુવર્ણને કષ પરીક્ષાથી શુદ્ધ ગણાય છે. તેમ જે ધર્મશાસ્ત્રમાં હિંસા, જૂઠ આદિ પાપસ્થાનકોનું નિષેધરૂપે અને ધ્યાન, સ્વાધ્યાય, તપ આદિ સ&િયાનું વિધાનરૂપે કથન જોવા મળે તે શાસ્ત્રોને કષ-પરીક્ષાથી
શુદ્ધ શાસ્ત્રો કહેવાય છે. (b) છેદ-પરીક્ષા શુદ્ધ : જેમ સોનાને વધુ તપાસ માટે છીણીથી કાપવામાં આવે અને
અંદરમાં પણ જો તે શુદ્ધ જણાય તો તે છેદ-પરીક્ષાથી ઉત્તીર્ણ કહેવાય; તેમ જ શાસ્ત્રમાં બતાવેલા બાહ્ય આચાર-અનુષ્ઠાનો તેમાં બતાવેલ વિધિ-નિષેધને અનુકૂળ
હોય તે શાસ્ત્ર છેદ-પરીક્ષા શુદ્ધ કહેવાય. (c) તાપ-પરીક્ષા-શુદ્ધ જેમ વધુ તપાસ માટે કે સંપૂર્ણ શુદ્ધિ જાણવા માટે અગ્નિના તાપમાં
ઓગાળતાં જે સોનું જરા પણ ઝાંખુ ન પડે, પરંતુ વધુ તેજસ્વી બને તે સોનું તાપ-પરીક્ષા શુદ્ધ કહેવાય છે. તેમ જ ધર્મમાં પૂર્વોક્ત બન્ને શુદ્ધિની સાથે જીવાદિ તત્ત્વો એવી રીતે કહ્યાં હોય કે જેના કારણે બંધ-મોક્ષ આદિની વ્યવસ્થા યથાર્થપણે ઘટી શકે, તે ધર્મશાસ્ત્ર તાપ-પરીક્ષામાં શુદ્ધ કહેવાય. જે ધર્મ આ ત્રણે પરીક્ષાથી શુદ્ધ હોય તે સાચો ધર્મ કહેવાય.