________________
૨૨૬
સૂત્રસંવેદના-૨
ભગવાન પ્રત્યેનો આદર પ્રગટે છે અને તે આદર જ આપણામાં રાગાદિની પરવશતામાંથી મુક્ત થવાનું સામર્થ્ય પ્રગટાવે છે.
હવે સર્વે જિનેશ્વરોને ઉદ્દેશીને સાધનાના અંતિમ ફળ સ્વરૂપ મોક્ષની માંગણી કરતાં સાધક કહે છે કે -
સિવ લિંતુ સુદઢસારં - આવા જિનેશ્વરો મને) શ્રુતિના એક સારભૂત એવો મોક્ષ આપો !
“અપાર સંસારના પારને પામેલા હે જિનેશ્વરો ! આપ મને શાસ્ત્રના સારભૂત, કર્ણપ્રિય અને અતિ પવિત્ર એવો મોક્ષ આપો !”
સુફસારં કૃત્યેસરમ્ એટલે શ્રુતિના એક સારભૂત. શ્રુતિ એટલે શાસ્ત્ર. શાસ્ત્રના સર્વ શબ્દો પાપથી મલિન આત્માને નિર્મળ બનાવવા માટે છે. આત્માની નિર્મળતા સંયમથી પ્રાપ્ત થાય છે અને સર્વશ્રેષ્ઠ-સર્વસંવરભાવનું સંયમ મોક્ષમાં છે, માટે મોક્ષનું સુખ એ જ શ્રુતનો એક સાર છે, લોકમાં પણ કહેવાય છે કે, “વિદ્યા યા વિમુરે” તે જ વિદ્યા છે જે મુક્તિ અપાવે છે. આમ શિવસુખને અહીં શ્રુતિના એક એટલે કે, અદ્વિતીય સાર તરીકે વર્ણવ્યું છે.
વળી, શ્રુતિનો અર્થ કાન પણ થાય છે અને કાનથી સાંભળવા યોગ્ય ઘણી વસ્તુમાં પણ શ્રેષ્ઠ=સારભૂત; કાંઈ હોય તો એક માત્ર મોક્ષ છે, કેમ કે મોક્ષનાં સુખનું વર્ણન કાનને અત્યંત પ્રિય થાય તેવું છે.
વળી શુન્ચેસર એવી સંસ્કૃત છાયા કરીએ તો તેનો અર્થ “પવિત્રતાના એક શ્રેષ્ઠ સારરૂપ' થાય. ‘વ’ એટલે શુદ્ધિ અથવા પવિત્રતા. તે બે પ્રકારની છે - દ્રવ્યશુચિ અને ભાવશુચિ. તેમાં સ્નાનાદિથી જે શરીરની શુદ્ધિ કરાય છે, તેને દ્રવ્યશુચિ કહેવાય છે અને આત્મામાંથી વિષય-કષાયના ભાવો દૂર કરાયા તેને ભાવશુચિ કહેવાય છે. સર્વ કર્મમળથી રહિત મોક્ષ એ શ્રેષ્ઠ પ્રકારની ભાવશુચિ સ્વરૂપ છે. આ પદ દ્વારા સાધક સર્વ જિનેશ્વરોને પ્રાર્થના કરે છે કે, આવો મોક્ષ મને આપો.
2. “સુફ#સાર” ની સંસ્કૃત છાયા બે રીતે થઈ શકે છે. મૃત્યેકસીરમ્ અથવા તો લુચ્ચે સીરમ્
શ્રુ શ્રવણે' શ્ર ધાતુ શ્રવણ અર્થમાં વપરાય છે. 3. શુ તિ શ્રુતિઃ જે સંભળાય છે, જે સાંભળવા યોગ્ય છે, તે શ્રુતિ છે.
કૃતિ=વેદ શ્રુત્તિ=કાન અને કૃતિકશાસ્ત્ર