________________
શ્રી કલ્લાણ-કંદં સૂત્ર
કે, અમે જે કહીએ છે તે જ સાચું છે અને અમે જે મોક્ષમાર્ગ કે પદાર્થ વ્યવસ્થા બતાવીએ છીએ તે જ સુંદર અને સુસંગત છે.
૨૨૯
આ તેમનું અભિમાન ત્યાં સુધી જ ટકે છે કે જ્યાં સુધી અનેકાન્તના સિદ્ધાન્તમાં નિષ્ણાત એવા જૈનાચાર્યોની સામે તે વાદમાં ઉતરતા નથી. તેમની સાથે વાદ કરવા જાય તો તેમના કુતર્કોને ક્યાંય સ્થાન જ મળતું નથી, કેમકે જગતની સર્વ વ્યવસ્થા અનેકાન્તમય જ છે. અનેકાન્તના આ સિદ્ધાંતને સ્વીકાર્યા વિના જગતની દૃષ્ટ વ્યવસ્થા કોઈ રીતે સંગત થાય તેમ નથી. આત્માને દ્રવ્યથી નિત્ય અને પર્યાયથી અનિત્ય માને તો જ એક ભવથી બીજા ભવમાં ગમનાગમન, તથા બાલ્યવયમાંથી યુવાન વય અને યુવાન અવસ્થામાંથી વૃદ્ધત્વને પામતાં જીવો જે દેખાય છે તે ઘટી શકે છે, આત્માને એકાન્તે નિત્ય કે એકાન્તે અનિત્ય માનતા આ વસ્તુ કોઈ રીતે સંગત થઈ શકતી નથી. વળી, અનેકાન્ત દૃષ્ટિથી પદાર્થનું દર્શન કરવામાં આવે તો રાગાદિ ભાવોને નષ્ટ કરી સમતા આદિ ભાવો સિદ્ધ કરી શકાય છે. જેના કારણે ખોટા કજીયા, મનના સંક્લેશો દૂર કરી શાંતિ-સમાધિથી જીવન જીવી શકાય છે.
અનેકાન્તનો આ સિદ્ધાંત અબાધિત છે અને તેનો સ્વીકાર આત્મહિતનું કારણ છે. જેઓ સ્યાદ્વાદના આ સિદ્ધાંતને સ્વીકારતા નથી અને તેની સામે કુતર્કો કરે છે તે આત્મહિતથી તો વંચિત રહે છે પરંતુ તેઓ લાંબો સમય સત્ય સામે ટકી શકતા પણ નથી. અંતે સત્યનો વિજય થાય છે અને અસત્યને પકડનારનો પરાજય થાય છે. ત્યારે જેનું અભિમાન પણ ટકતું નથી. આથી જ જિનમતને કુવાદીના દર્પનો નાશ કરનાર કહ્યું છે.
જિનમતની આવી અવિસંવાદી પ્રરૂપણાની સામે કુવાદીઓ લાંબી ચર્ચા ન કરી શકવાના કારણે અંતે નિરુત્તર થઈ નષ્ટ અભિમાનવાળા તેઓ ઊંચું જોવા પણ સમર્થ નથી બનતા.
-
મયં નિાળ સરળ વુદ્ઘાળું - પંડિતોને શ૨ણભૂત એવા જિનેશ્વરોના સિદ્ધાંતને (હું નમસ્કાર કરું છું.)
જેઓ વસ્તુતત્ત્વને યથાર્થ જાણી શકે છે, તે બુધ એટલે પંડિત કહેવાય છે. પરમાત્માનો સિદ્ધાંત અનેકાન્તસ્વરૂપ છે, તે ઉત્સર્ગ અને અપવાદમય છે. વળી, તેમાં એકે એક પદાર્થોનું મૂલ્યાંકન નય સાપેક્ષ ક૨વામાં આવ્યું છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયીને તેમાં અલગ અલગ વિધાનો પણ જોવા મળે