________________
શ્રી પુફખરવરદી સૂત્ર
૨૬૧
અસારનો ત્યાગ અને સારનો સ્વીકાર. આ તલવાર અને સુષિમાનું મસ્તક મારા માટે નકામા છે, માટે તેનો ત્યાગ કરી સંયમ ભાવમાં સ્થિર થવું જોઈએ. સંવર નો અર્થ છે આવતાં કર્મને અટકાવવા. જ્યાં સુધી જીવ હાલે છે, વેદે છે, ક્રિયા કરે છે ત્યાં સુધી તે કર્મ બાંધે છે. તેથી સંવર પદનો અર્થ જાણીને તે કાઉસ્સગ્ગ ધ્યાનમાં સ્થિર ઊભો રહ્યો. ફરી ફરી નાસિકાના અગ્ર ભાગ ઉપર દૃષ્ટિ સ્થાપન કરીને મેરુપર્વત માફક અતિનિશ્ચલ-અડોલ બની ત્રણે પદો વિચારવા-ભાવવા લાગ્યો. આ શ્રુતજ્ઞાનનો પ્રભાવ.
પોતે મસ્તક કાપેલ હોવાથી શરીરે લોહીથી ખરડાયેલો હોવાથી લોહીની ગંધમાં લુબ્ધ બનેલી તીક્ષ્ણ વજના અગ્રભાગ માફક પ્રચંડ મુખવાળી ધીમેલકીડીઓ શરીરની સર્વ બાજુથી ભક્ષણ કરવા લાગી. તે માટે કહેવાય છે કે, - પગથી માંડીને મસ્તક સુધીના આખા દેહને કીડીઓએ ભક્ષણ કરીને ચાલણી જેવો કાણાં કાણાંવાળો કરી નાંખ્યો. તો પણ ઉપશમ-વિવેક-સંવરરૂપ આત્મધ્યાનમાંથી ચલાયમાન ન થયો. કીડીઓએ તીક્ષ્ણ મુખથી તે મુનિના આખા શરીરમાં ભક્ષણ કરીને જે છિદ્રો પાડેલા હતાં તે સમગ્ર પાપોને બહાર નીકળવા માટે જાણે લાંબા દ્વારો ન હોય તેમ શોભતાં હતા. અઢી દિવસ સુધી તે બુદ્ધિશાળી મુનિ માત્ર ત્રણ પદોરૂપ શ્રુતજ્ઞાન દ્વારા ઉત્તમાર્થની અંતિમ સુંદર આરાધના કરીને સહસાર નામના દેવલોકમાં ગયા. (ઉપદેશમાળા દોઘટ્ટી ટીકા ગાથા-૩૮) આ દેવનો ભવ પૂર્ણ કરી તેઓ મહાવિદેહે જન્મ પામી તે ભવમાં મુક્તિ પામવાના છે. આ પદ બોલી આવા અચિંત્ય શક્તિયુક્ત શ્રુતજ્ઞાનને સ્મૃતિમાં લાવી અહોભાવથી આપણે તેને નમસ્કાર કરવાનો છે.
શ્રુતજ્ઞાન અજ્ઞાનનો નાશ કરે છે, તેમ જણાવી હવે આ શ્રુતજ્ઞાનની પૂજા કોણે કરી છે, તે જણાવે છે –
સુરેTUT-નરિંદ્ર-મદિયસ - દેવોના સમુદાય અને રાજાઓથી પૂજાયેલા (શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું.)
જેને ટોચ કક્ષાનાં ભૌતિક સુખો પ્રાપ્ત થયાં છે, મહા ઋદ્ધિ-સમૃદ્ધિના જેઓ સ્વામી છે, બુદ્ધિમાં જેઓ બૃહસ્પતિ તુલ્ય છે, તેવા દેવો અને દેવેન્દ્રો તથા નવનિધાન જેના પગલે પગલે ચાલે છે, ૧૪ રત્નોના જે સ્વામી છે, છ ખંડના જેઓ વિજેતા છે, ૩૨૦૦૦ રાજાઓ જેમનાં ચરણ ચૂમે છે, ૧ લાખ