Book Title: Sutra Samvedana Part 02
Author(s): Prashamitashreeji
Publisher: Sanmarg Prakashan

Previous | Next

Page 290
________________ શ્રી પુ′′રવરદી સૂત્ર ન થાય તે રીતે નીચું જોઈને ચાલે છે, સર્વના હિતને લક્ષ્યમાં રાખી હિત-મિતપથ્ય એવું સત્ય વચન બોલે છે, નિર્દોષ આહારની ગવેષણા કરે છે, કોઈપણ ચીજને લેતાં-મૂકતાં પણ જોઈને, પ્રમાર્જના કરીને જ લે છે અને મૂકે છે અને સંપૂર્ણ નિર્જીવ ભૂમિમાં જ બિનજરૂરી ચીજોનું પરિષ્ઠાપન-વિસર્જન કરે છે. આ શ્રુતજ્ઞાનને કારણે જ મુનિઓનું જીવન આટલું મર્યાદાવાળું બનવાને કા૨ણે ઘણા કર્મના બંધો અટકે છે અને ભવની પરંપરા પણ ઘટતી જાય છે. આ રીતે શ્રુતજ્ઞાન અમર્યાદિત સંસારને મર્યાદિત કરનાર છે. તેને આદરપૂર્વક કરાયેલો નમસ્કાર મર્યાદાપૂર્વકનું જીવન જીવવામાં સહાયક બને છે. તોડી નાખી છે મોહજાળ જેણે (એવા पप्फोडिय - मोहजालस्स શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું. ROM ૨૬૩ અનાદિકાળથી મોહે ‘શરીર એ હું અને બાહ્ય સામગ્રી તે મારી.' આવી મિથ્યા-માન્યતારૂપ જગતમાં એક મોટી જાળ બિછાવી છે. શિકારી જેમ જાળ બિછાવી ભોળા એવા હરણિયાને ફસાવે છે, તેમ મોહ બુદ્ધિમાં મિથ્યા માન્યતા, વિપર્યાસ-ભ્રમ આદિરૂપ જાળને બિછાવી જગતના જીવોને ફસાવે છે, દુ:ખી કરે છે. શ્રુતજ્ઞાન આ મોહની જાળને તોડી નાંખે છે. સાધક ગુરુ આદિના વિનયપૂર્વક જ્યારે શાસ્ત્રાભ્યાસ કરે છે, શાસ્ત્રમાં બતાવેલા માર્ગે સમ્યક્ પ્રકારે જીવાદિ તત્ત્વની ગવેષણા કરે છે અને તત્ત્વના રહસ્યને પામવા તે મથે છે; ત્યારે તેના અંતરમાં પરમ વિવેક પ્રગટે છે, વિવેકપૂર્વક મારે વિશેષ પ્રકારે પ્રયત્ન કરતાં તેનો ભ્રમ ભાંગે છે. શ૨ી૨થી હું કાંઈક જુદો છું, શરીર સાથે કાંઈ લેવા-દેવા નથી; તે સમજાય છે. ભવની સર્વ ચેષ્ટા કર્મકૃત છે, કર્મકૃત વિચિત્રતા,તે મારું સ્વરૂપ નથી. કર્મને કારણે પ્રાપ્ત આ સર્વ અવસ્થા તો માત્ર રંગભૂમિ પર ભજવાતા નાટકના અભિનયરૂપ છે. જેમ નાટકના સ્ટેજ ઉપરનો રાજા કે રંક, શેઠ કે શાહુકાર માત્ર નાટકના કાળ સુધી તે રૂપે રહે છે. તે જ રીતે “કર્મ છે ત્યાં સુધી આ મારી ભિન્ન ભિન્ન અવસ્થાઓ છે, પણ અસલમાં આ સ્વરૂપ મારું નથી. હું તો આનાથી ભિન્ન અનંતજ્ઞાનાદિ સ્વરૂપવાળો આત્મા છું. કર્મજનિત સર્વ પર્યાયો મારાથી ભિન્ન છે.” આવું માનવાને કા૨ણે તેને ક્યાંય મમત્વ થતું નથી. આ મારું છે તેવો ભ્રમ થતો નથી. આથી તેનામાં તે લેપાતો નથી. કોઈ બાહ્યભાવોમાં તેને આસક્તિ થતી નથી, તેનું મન સતત અંતરભાવનેઆત્મભાવને ઝંખે છે. તેને મેળવવા મહેનત કરે છે. બાહ્યભાવમાં અનાસક્તિ અને

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338