________________
૨૫૮
સૂત્રસંવેદના-૨
,
આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“પરિમિત ક્ષેત્રમાં રહેલો સૂર્ય જેમ અપરિમિત ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેમ માત્ર અઢી દ્વીપના અતિ પરિમિત ક્ષેત્રમાં જન્મતા કે વિચરતા પરમાત્મા પોતાના શ્રુતજ્ઞાનના કિરણો દ્વારા સંપૂર્ણ વિશ્વને પ્રકાશિત કરે છે. આમ છતાં ઘુવડ જેવો હું કૃતઘર્મના પ્રકાશને પામી શકતો નથી. તે વિશ્લોયતકર ! કૃતઘર પુરુષો ! આપને મસ્તક નમાવી પ્રાર્થના કરું છું કે, આપના જેવી પ્રકાશ પાથરવાની શક્તિ તો મારી પાસે નથી; પરંતુ આપે પાથરેલ પ્રકાશને ઝીલી
આત્મકલ્યાણ કરવાની શક્તિ પ્રદાન કરવા કૃપા કરશો.” તમ-તિમિર-પત્ર-વિદ્ધસપાસ - અજ્ઞાનરૂપ અંધકારનો જે નાશ કરે છે (તે શ્રુતજ્ઞાનને હું વંદન કરું છું.)
આત્મા ઉપર છવાયેલા અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ રેલાવવાનું કાર્ય શ્રુતજ્ઞાન કરે છે. આથી શ્રુતજ્ઞાનને “તમ-તિમિર'-૫૩૮વિદ્ધસાસ્સ” કહેવાય છે.
સાધના ક્ષેત્રમાં આગળ વધવા શ્રુતજ્ઞાન એક દીપકની ગરજ સારે છે. દીપક જેના હાથમાં હોય છે, તે મુસાફર ઘોર અંધારી રાત્રિમાં પણ ઈષ્ટસ્થળે પહોંચી શકે છે. તે જ રીતે શાસ્ત્રરૂપ દીપક જેના હાથમાં છે, તેવા સાધકો અજ્ઞાન ભર્યા સંસારમાંથી પણ આ શાસ્ત્રના આધારે મોક્ષનો માર્ગ શોધી શકે છે.
સાધક આત્મા જેમ જેમ સમ્યક પ્રકારે કૃતનો અભ્યાસ કરે છે, શાસ્ત્રના 1. ૧. “ત' એટલે અજ્ઞાન અને તિમિર' એટલે અંધકાર. ‘તમ-તિમિર' એટલે અજ્ઞાનરૂપ
અંધકાર. જ્ઞાનાવરણીય કર્મના ઉદયના કારણે જે પદાર્થ જેવો હોય તેવો જણાતો નથી.
આવા પ્રકારના બોધનો અભાવ તે જ જીવ માટે અજ્ઞાનરૂપ અંધકાર છે. ૨. “તમ' એટલે અંધકાર અને “તિમિર' એટલે ગાઢ અંધકાર. ગુરુ આદિના ઉપદેશથી કે
શાસ્ત્રાભ્યાસથી જે અજ્ઞાન સરળતાથી નાશ પામે તેવું હોય તેને તમ' કહેવાય છે અને વિશેષ પ્રયત્નથી જે અજ્ઞાન નાશ પામે તેવું હોય તેને તિમિર' કહેવાય છે. ૩. “તમ' એટલે બદ્ધ, સ્પષ્ટ અને નિધત્તરૂપ જ્ઞાનાવરણીય કર્મ અને “તિમિર' એટલે નિકાચિત જ્ઞાનાવરણીય કર્મ. બદ્ધ, સ્પષ્ટ અને નિધત્ત પ્રકારના જ્ઞાનાવરણીય કર્મનો આત્મા સાથે સંબંધ તે તમ’ છે અને નિકાચિત કોટિના જ્ઞાનાવરણીય કર્મનો આત્મા સાથેનો સંબંધ તે તિમિર' છે. શ્રુતજ્ઞાન આ ત્રણે પ્રકારના તન-તિમિર' નો નાશ કરે છે.