________________
૨૫૬
સૂત્રસંવેદના-૨
આવેલો છે. તેની આસપાસ સમુદ્ર છે. એના પછી જે જમીન આવેલી છે, તેમાં ધાવડી વૃક્ષનાં વનો વિશેષ હોવાથી તેને ધાતકીખંડ કહેવાય છે. ધાતકીખંડની આસપાસ સમુદ્ર છે. તે સમુદ્ર પછી જે જમીન આવે છે, તેનું નામ પુષ્કરવર દ્વીપ છે, આ દ્વીપ પુષ્કરો એટલે કમળોથી સુશોભિત છે માટે તેને પુષ્કરવર દ્વીપ કહેવાય છે. તેનો અર્ધો ભાગ જ અહીં ગ્રહણ કરવાનો છે.
પુષ્કરવર દ્વીપની વચ્ચોવચ ગોળ કિલ્લાના આકારવાળો માનુષોત્તર નામનો એક પર્વત આવેલો છે, જેનાથી પુષ્કરવરદ્વીપના બે ભાગ પડે છે. તેના અંદરના ભાગમાં મનુષ્યની વસતિ છે અને બહારના ભાગમાં મનુષ્યની વસતિ નથી. એટલે જંબુદ્વીપ, ધાતકીખંડ અને અર્ધ પુષ્કરવર દ્વીપ મળીને અઢી દ્વીપ જેટલું મનુષ્ય-ક્ષેત્ર છે. કોઈપણ મનુષ્યનાં જન્મ-મરણ તેટલા ક્ષેત્રમાં જ થાય છે.. મહેરવથ-વિદે - ભરત, ઐરાવત અને વિદેહ નામના ક્ષેત્રમાં ઉપર જણાવેલ અઢી દ્વીપમાં કુલ ૪૫ ક્ષેત્રો છે. તેમાંથી પાંચ ભરત, પાંચ એરવત અને પાંચ મહાવિદેહ એ પંદર ક્ષેત્રો કર્મભૂમિ કહેવાય છે અને બાકીનાં ત્રીસ ક્ષેત્રો અકર્મભૂમિ કહેવાય છે. તીર્થકરો કર્મભૂમિમાં જ જન્મે છે અને કર્મભૂમિમાં જ તેઓ મોક્ષમાર્ગરૂપ ધર્મની સ્થાપના કરે છે. તેથી આ પદમાં ભરતાદિ ક્ષેત્રોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.' થપ્પાફરે નમામિ - ધર્મની આદિ કરનારાઓને હું નમસ્કાર કરું છું.
ભરતાદિ ક્ષેત્રની પંદર કર્મભૂમિમાં જન્મ લઈ, તીર્થંકરપણાને પ્રાપ્ત કરી જેઓએ મૃતધર્મનો પ્રારંભ કર્યો છે, તેવા આજ સુધીમાં થયેલા અનંતા તીર્થકરોને આ પદ દ્વારા નમસ્કાર કરવામાં આવ્યો છે. '
દુર્ગતિમાં પડતાં પ્રાણીને ધારી રાખે તેને ધર્મ કહેવાય છે. આ ધર્મ શ્રત અને ચારિત્રના ભેદથી બે પ્રકારનો છે. તેમાં ભગવાનના વચનનો જેમાં સંગ્રહ થયો છે, તેવાં શાસ્ત્રો કે આગમગ્રંથોને શ્રતધર્મ શ્રુતજ્ઞાન કહેવાય છે અને ભગવાન આ શ્રુતજ્ઞાનની આદિ-પ્રારંભ કરનારા કહેવાય છે. *
કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં પરમાત્મા ધર્મની દેશના આપે છે. આ ધર્મદેશનાને સાંભળી, બીજ-બુદ્ધિના અને સર્વાક્ષરસંનિપાતિની લબ્ધિના સ્વામી એવા