________________
શ્રી સંસારદાવાનલ સ્તુતિ
૨૪૫
પાણીના સમૂહથી ભરેલો જલનિધિ જેમ જોતાં જ મનોહર લાગે છે, તેમ સુંદર પદોની રચનારૂપ પાણીથી ભરેલો આગમરૂપ સમુદ્ર પણ પ્રથમ નજરે જ આકર્ષક લાગે છે. કેમકે, આગમમાં આવતાં પદોની રચના લયબદ્ધ, સુંદર શબ્દોથી સુશોભિત છે. વળી આત્મભાવનું પ્રકાશન કરતાં, સર્વને હિતનો માર્ગ બતાવતાં અને જગતનું યથાર્થ સ્વરૂપ જણાવતાં આ પદો પ્રીતિ પેદા કરાવે તેવાં છે.
નીવહિંસાવિર દરી-સંપાદિદં - (સમુદ્ર જેમ તરંગોલહરીઓના કારણે અંત વિનાનો લાગે છે તેમ જિનાગમ તેમાં) નિરંતર આવતી જીવદયાના સિદ્ધાંતોની વાતરૂપ તરંગોના સંગમથી અગાધ એટલે અંત વિનાનો લાગે છે.
સમુદ્રમાં નિરંતર આવતી લહરીઓના કારણે સમુદ્ર જેમ અગાધ એટલે કે, વિશાળ દેહવાળો દેખાય છે, તેનો ક્યાંય અંત દેખાતો નથી. તેમ જૈન સિદ્ધાંતમાં આવતા અહિંસકભાવના દ્યોતક પદોના સંયોગથી જૈન સિદ્ધાંત પણ અગાધ દેહવાળો દેખાય છે. ,
દ્રવ્ય અને ભાવહિંસાથી પીડિત જગતને જોઈને, તે હિંસાથી જગતના સર્વ જીવાને બચાવવા જ ભગવાને જૈનશાસનની સ્થાપના કરી છે. આથી જૈન શાસ્ત્રનું એક પણ પદ એવું નથી કે, જેમાં દ્રવ્યથી કે ભાવથી અહિંસાનો ઉલ્લેખ કર્યો ન હોય. પછી ભલે તેમાં દાન, શીલ, તપ કે ભાવની વાત હોય, જ્ઞાન કે ક્રિયાની વાત હોય કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિચારણા હોય. આ સર્વ વાતનું તાત્પર્ય તો હિંસાથી બચી અહિંસકભાવ તરફ જવા માટેનું હોય છે.
9. નીવની હિંસતે નીવહિંસા. વરસ્ટ - નિરંતર, જે છૂટું-છવાયું હોય તે વિરત્ર કહેવાય છે. તેથી
વિરહનો અર્થ તેના પ્રતિપક્ષી ભાવમાં નિરંતર-આંતરા-વિનાનું થાય છે. દરી-તરંગ કે મોજું. સંગમ જોડાણ. જ્યાં એક મોજું શમે ત્યાં બીજું ઊઠતું હોય અને બીજું શમે ત્યાં ત્રીજું ઊઠતું હોય ત્યાં હરીનો સામથયેલો ગણાય છે. આવી ક્રિયા જ્યાં નિરંતર ચાલી રહી હોય તે વિર૮-ર-સંગમ કહેવાય છે અને આ રીતે જ્યાં નિરંતર લહરી-સંગમ થતો હોય-મોજાં ઊછળતાં હોય ત્યાં કોઈને પણ પ્રવેશ કરવો મુશ્કેલ પડે છે, તેથી તે પદ-દજેમાં પ્રવેશ ન થઈ શકે તેવા દેહવાળો કહેવાય છે. સામાન્યજન તેમાં પ્રવેશી શકતા નથી મરજીવાજ સમુદ્રમાં ઊંડે ઉતરી શકે છે તેમ આગમરૂપી
સમુદ્રમાં ગીતાર્થ જ ડૂબકી મારી શકે છે. 10. ગણધર ભગવંતોએ રચેલ આચારાંગાદિ સિદ્ધાંત (દ્વાદશાંગી)માં ૧૮૦૦૦ વગેરે ડબલ ડબલ
પદો હોય છે. એક પદમાં ૫૧,૦૮,૮૪,૬૨૧ ૧/૨ શ્લોક આવે છે, માટે આગમને અગાધ કહેવાય છે.