________________
સૂત્રસંવેદના-૨ .
અને કંઠમાં દેદીપ્યમાન હાર છે. આવા ઉત્તમ અલંકાર અને હાથમાં ફૂલને કા૨ણે તેમના શરીરની શોભામાં અત્યંત અભિવૃદ્ધિ થઈ છે.
૨૫૦
શ્રુતદેવીનું બાહ્ય શરીર કેવું છે, તેનું વર્ણન કરી, હવે તેનું આત્મસ્વરૂપ (અંતરંગ સ્વરૂપ) કેવું છે, તે જણાવીને પ્રાર્થના કરતાં કહે છે .
વાળી-સંવોદ-તેદે! ભવ-વિરહ-વાં વૃત્તિ મે તેવી સાર - વાણીના સમૂહરૂપ દેહવાળી ! હે દેવી ! તું મને સારભૂત એવા મોક્ષનું
વરદાન આપ.
“વાણીનો સમૂહ જ જેનું શરીર છે અર્થાત્ દ્વાદશાંગી જ જેનું શરીર છે. તેવી હે શ્રુતદેવી ! તું મને શ્રેષ્ઠ એવો મોક્ષ આપ !” અથવા સરસ્વતી દેવી સદા માટે શ્રુતજ્ઞાન પ્રત્યે ઉપયોગવાળી અને શ્રુત પ્રત્યે પ્રીતિવાળી હોવાના કા૨ણે આ શ્રુતદેવીને વાણીના સંદોહરૂપ દેહવાળી કહી છે.
આવા પ્રકારની શ્રુતદેવીને બુદ્ધિસ્થ કરીને સાધક કહે છે કે, “હે મા શારદા ! મને તારામાં વિશ્વાસ છે, શ્રદ્ધા છે, શ્રુતની ભક્તિથી તું તો મોક્ષ પ્રાપ્ત કરીશ જ, પરંતુ મને પણ તારા જેવી શ્રુતભક્તિ પેદા કરાવવા દ્વારા ભવનો અત્યંત વિરહ અર્થાત્ મોક્ષ પ્રાપ્ત કરાવ !”
જો કે સરસ્વતી દેવી સંસારમાં છે, ભૌતિક સુખોને પામેલી છે, તેથી પ્રથમ નજરે જોતાં તેની પાસે આવી માંગણી યોગ્ય ન લાગે, તો પણ પરમાર્થથી વિચારીએ તો જરૂર સમજાય કે, શ્રુત પ્રત્યેની તીવ્ર ભક્તિ જ તેને તો ટૂંક સમયમાં ‘ભવવિરહ’ રૂપ મોક્ષને પ્રાપ્ત કરાવશે અને જેઓ તેની ઉપાસના કરશે, તેનો જાપ કે ધ્યાન ક૨શે, તેને પણ આ શ્રુતદેવી શ્રુતજ્ઞાનમાં અનેક રીતે સહાયક થશે, આથી જ નિર્વિઘ્ને શ્રુતની સાધના કરતો સાધક ભવની પરંપરાને તોડી મોક્ષના મહાસુખને પામી શકશે. માટે શ્રુતદેવી પાસે આવી પ્રાર્થના કરવી યોગ્ય જ છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
“દૈવિક સુખો વચ્ચે પટ્ટા સરસ્વતી દેવીને શ્રુત પ્રત્યે કેવી સુંદર ભક્તિ છે. શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની સુરક્ષા માટે તે કેવા સજાગ છે. જેઓ તેમનો જાપ કરે છે, તેમનું ધ્યાન કરે છે તેમને તેઓ સહાય કરે છે. હું પડ઼ા શ્રુતાનની પ્રાપ્તિ માટે મા શારદાનું સ્મરણ કરું અને તેમની પાસે. ભવિરહનું વરદાન માંગુ”