________________
શ્રી સંસારદાવાનલ સ્તુતિ
૨૪૩
જ સુખ જોઈએ છે. તે માટે જ પ્રભુની ઉત્તમત્તાને યાદ કરી, તેમના સુખનું સ્મરણ કરી દેવેન્દ્રો આદિ તેવા સુખની શક્તિ પોતાનામાં પણ પ્રગટે તેવી આંતરિક ભાવનાથી પ્રભુના ચરણ કમળને પ્રણામ કરે છે.
પ્રભુના ચરણે તેઓ જ્યારે મસ્તક નમાવે છે ત્યારે તેમના મસ્તક ઉપર જે મુગુટ છે અને તેમાં પૂર્ણ ખીલેલા જે કમળો છે તે નીચે ઢળે છે ત્યારે આ કમળો પ્રભુના ચરણને સ્પર્શ કરે છે. આ દશ્ય જોતાં એવું લાગે છે કે જાણે પ્રભુના ચરણકમળને આ મુગુટના કમળો પૂજી રહ્યા છે.
દેવેન્દ્રો આદિ પ્રભુના ચરણ કમળને નમે છે, તે દર્શાવી હવે ભાવપૂર્વક નમસ્કાર કરનાર લોકોને આ ચરણની સેવા શું ફળ આપે છે, તે જણાવે છે –
संपूरिताभिनत-लोक-समीहितानि कामं नमामि जिनराज પલાનિ તાનિ - નમન કરનારા લોકોના મનોવાંછિત જેનાથી સારી રીતે પૂર્ણ કરાયા છે, તે જિનેશ્વરપરમાત્માના ચરણકમળને હું અત્યંત નમસ્કાર કરું
અનિચ્છારૂપ મોક્ષને પામેલા પરમાત્માની ભક્તિ જ એવા પ્રકારની છે કે, જે દુઃખના મૂળ સમાન ઈચ્છાઓને ઉપશમાવે શાંત પાડે, તો પણ જેઓ પ્રાથમિક કક્ષાના સાધક છે, તેવા સાધકને પ્રારંભમાં મોક્ષની સાધના કરતાં કોઈ વિઘ્ન આવે તો તે વિપ્નને દૂર કરવાની અને મોક્ષમાર્ગમાં ઉપકારક સામગ્રી મેળવવાની ઈચ્છા પણ થાય છે.
આવા પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટે તે પરમાત્માની પૂજા કરે, પરમાત્માનો જાપ કરે, પરમાત્માની સ્તવના કરે કે, પરમાત્માનાં ચરણોનું ધ્યાન કરે, તેનાથી એવું પુણ્ય બંધાય છે કે, જેનાથી પોતાની જરૂરિયાતની સર્વ સામગ્રી તેને સંપન્ન થાય છે. વિશેષથી તો એ ફાયદો થાય છે કે, પ્રાપ્ત થયેલ ભૌતિક સામગ્રીમાં તેને આસક્તિ થતી નથી અને આધ્યાત્મિક સામગ્રીઓ આત્મવિકાસમાં સહાયક બન્યા વિના રહેતી નથી. આ સામગ્રીઓના સહારે વૈરાગ્યાદિ ગુણોની વૃદ્ધિ કરી, વિરતિ
આભૂષણ-મુગટ. તેમાં રહેલી વિસ્ત્રોત્ર-માવ િવિશેષ પ્રકારે ડોલતી કમળોની પંક્તિ-હાર,
તેના વડે મસ્કતનિ-પૂજાયેલાં. આ પદ નિન/ન-પનિનું વિશેષણ છે. 5. સંપૂરત-સમ્યફ-પૂરિત, સારી રીતે પૂરેલાં, પૂર્ણ કરેલાં. અમિનતસ્ત્રો-સમીતિનિ-નમન કરનાર
જનોનાં મનોવાંછિતો.મ-સારી રીતે નત-નમેલા,ોવા-માણસો.જે માણસો સારી રીતે નમેલા છે, તે ગમનતો. સમીરહિત-એટલે સ+હિત-સારી રીતે ઈચ્છેલું. અભિષ્ટ, અભિલષિત કે મનોવાંછિત એ તેના પર્યાયવાચી શબ્દો છે. આ પદ પણ નિનરીન-પાનિ નું વિશેષણ છે.