________________
૨૩૨
સૂત્રસંવેદના-૨
શ્રુતજ્ઞાનરૂપી ગુણનું પ્રદાન કરનારી છે.
બરફ જેમ શ્વેત છે, સાથે કઠણ અને કોમળ (પાણીરૂપે) પણ થઈ શકે છે, તેમ આ દેવી પણ શ્રુતના દ્રોહીઓ પ્રત્યે કઠોર અને શાસન-ભક્તો પ્રત્યે કોમળ પણ થઈ શકે છે.
-
આ રીતે શ્વેતવર્ણવાળી આ દેવીમાં ગુણની સુગંધ, સૌમ્યતા, પવિત્રતા, કઠોરતા, કોમળતા આદિ ગુણો પણ છે, તેવું જણાવવા આ દૃષ્ટાન્તો આપ્યાં હોય તેમ લાગે છે.
જિજ્ઞાસા : વાગેશ્વરી દેવીના શરીરાદિનું આવું વર્ણન શા માટે ?
તૃપ્તિ : સરસ્વતીદેવીનું જેમણે ધ્યાન કરવું છે તેમની માટે આ વર્ણન આકૃતિ વગેરે અતિ ઉપયોગી બને છે માટે આ રીતે અહીં વર્ણન કર્યું જણાય છે.
હવે સરસ્વતી દેવી કેવી રીતે બેઠાં છે અને હાથમાં શું છે તે બતાવે છે સરોન-દત્યા, મહે-નિસન્ના અને પુત્થય-વા-હત્યા પસત્યા
સરસ્વતીદેવી શ્વેત કમળ ઉપર બિરાજમાન છે, તેમના એક હાથમાં પવિત્રતાને સૂચવતું કમળ છે અને બીજા હાથમાં જ્ઞાનનું પ્રતીક પુસ્તકોનો સમૂહ છે. આથી જ જણાય છે કે, તેમના હૈયામાં જ્ઞાનનું બહુમાન છે અને જ્ઞાનીને સહાય કરવાનો ગુણ છે.
-
પસત્થા એટલે પ્રશસ્તા, ઉત્તમ, વખણાયેલા અથવા જગ-પ્રસિદ્ધ. સરસ્વતીદેવી જૈન-જૈનેતર જગતમાં પણ અતિ પ્રસિદ્ધિને પામેલા છે. અનેક શ્રુતપ્રેમીઓ સદા તેમની પ્રશંસા કરે છે. તેમને નમસ્કાર, પૂજન આદિ પણ કરે છે. અને શ્રુતજ્ઞાનનો અભ્યાસ કરતાં તો તેમને સૌ કોઈ અચૂક યાદ કરે છે. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા, શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યસૂરિ મહારાજા જેવા અનેક મહાપુરુષોએ આ સરસ્વતીદેવીની સાધના કરી અને સાધનાથી સિદ્ધ થયેલ તે સરસ્વતીદેવીએ તેમને શાસ્ત્રોની રચના કરવામાં અનેક રીતે સહાય પણ કરી છે, આથી જ ઉપાધ્યાયજી મહારાજાએ તો પોતાના સર્વ ગ્રંથોના પ્રારંભમાં સૌ પ્રથમ ૐ કાર દ્વારા તેમને સ્મૃતિમાં લાવી નમસ્કાર કર્યો છે.
આવા પ્રકારની સરસ્વતીદેવી પાસે પ્રાર્થના કરતાં ગ્રંથકારશ્રી કહે છે 5. હૈં એ સરસ્વતીદેવીનો બીજ મંત્ર છે.