________________
સૂત્રસંવેદના-૨
આથી જ હવે તેને સાંસારિક દુઃખોની ચિંતા નથી રહેતી, હવે તો તેને ખાતી હોય છે કે હું ચૈત્યવંદન કરવાથી નક્કી સુખી થઈશ. એથી જ એ નિશ્ચિત હોય છે. આ વિશ્વાસને કારણે તે ચૈત્યવંદન જેવું અતિ કપરું કામ પણ ગંભીરતાથી અને ધીરજપૂર્વક પાર પાડી શકે છે. બુદ્ધિથી દેખાતા ભાવોને હૃદય સુધી પહોંચાડવા, આત્મામાં તેની સંવેદનાઓ પ્રગટ કરવી આ બધું આસાન નથી. તેના માટે અથાગ પરિશ્રમ અને અત્યંત ધીરજની જરૂર છે, તેથી જે સાધકે ધૃતિ ગુણ કેળવ્યો હોય તે નક્કી કરે છે કે, `હું દીન થયા વિના, ધીરજથી આ ક્રિયામાં આવતાં સૂત્રના એક એક પદોની વિચારણા એવી રીતે કરું કે, જેથી આ ક્રિયાના ફળ સુધી પહોંચી શકું.’
આ પદનું ઉચ્ચારણ કરતો સાધક વિચા૨ે કે,
૨૧૨
-
“કાયોત્સર્ગની આ ક્રિયા તો જ સફળ થાય જો હું તેમાં ઘીરતા અને ગંભીરતાપૂર્વક યત્ન કરું તો ! થોડો પ્રયત્ન કરી, મને હજુ આં ક્રિયાનું ફળ કેમ ન મળ્યું એવી ઉછાંછળા વૃત્તિ ધારા કરું કે આટલું કરું છું તો ય હજુ ફળ કેમ મળતું નથી આવી દીનતા લાવું તો હું આ ક્રિયાનું ફળ નહિ પામી શકું. તેથી ધૈર્ય ઘારણ કરી ગંભીરતાપૂર્વક એવો યત્ન કરું જેથી શીઘ્ર ક્રિયાના ફળને પામી શકું.”
ધૃતિપૂર્વક કાયોત્સર્ગ કરનાર પણ સૂત્ર-અર્થાદિની ધારણા ન કરી શકે તો તેનો કાયોત્સર્ગ સફળ થતો નથી. આથી જ, કાયોત્સર્ગનું ચોથું સાધન ‘ધારણા’ કેવી હોવી જોઈએ. તે જણાવે છે
ધારĪાણુ - ધારણાથી (વધતી જતી ધારણાથી હું કાયોત્સર્ગ કરું છું.)
ધારણા એટલે અવિચ્યુતિ અર્થાત્ અવિસ્મરણ. ક્રિયામાં આવતાં સૂત્રો, તેના અર્થ, આલંબન અને મુદ્રા આદિના પૂર્ણ સ્મરણપૂર્વકનો ક્રિયા ક૨વાનો ભાવ તે ધારણા છે. ધારણાયુક્ત જીવને સૂત્રાદિ સંબંધી લેશ પણ વિસ્મરણ હોતું નથી. કાયોત્સર્ગ કરતાં જે સૂત્ર બોલાઈ રહ્યાં હોય, તે સૂત્ર, તેના અર્થ ઉપર અને સૂત્રાર્થથી વાચ્ય જે અરિહંતાદિ પદાર્થ છે તેના ઉપર ક્રમિક અનુસંધાનપૂર્વક પૂરતું ધ્યાન આપવું તે ધારણા છે. ચૈત્યવંદનના પ્રારંભથી અંત સુધીનાં એકએક પદો અને તેના ભાવોને એકવાક્યતાથી સ્મૃતિમાં લાવીને કાયોત્સર્ગ કરાય તો ધારણાપૂર્વકનો કાયોત્સર્ગ કહેવાય.
W