________________
૨૨૨
સૂત્રસંવેદના-૨
હિંદુ-વસવીર-તુલા-avy, સરોન-હત્યા, તેમ નિસત્રા, પુત્યય-વ-હત્યા, પસંસ્થા ના વારિરી ફસા સુહાય (મવડ) iાજા कुन्देन्दु-गोक्षीर-तुषार-वर्णा, सरोजहस्ता, कमले निषण्णा, पुस्तक-वर्गहस्ता, प्रशस्ता सा वागीश्वरी नः सदा सुखाय (भवतु) ।।४।। મોગરાનું પુષ્પ, ચંદ્રમા, ગાયનું દૂધ અને બરફ જેવા શ્વેત વર્ણવાળી, હાથમાં કમળને ધારણ કરનારી, કમળની ઉપર બેઠેલી, હાથમાં પુસ્તકના સમૂહને ધારણ કરનારી (તથા જગતમાં પ્રસિદ્ધ એવી તે સરસ્વતી દેવી સદા અમારા સુખ માટે થાઓ. જા વિશેષાર્થ :
कल्लाणकंदं पढमं जिणिंदं संतिं तओ नेमिजिणं मुणिंदं : કલ્યાણના મૂળ તુલ્ય પ્રથમ જિનને, જિનોમાં ઈન્દ્ર સમાન શાંતિનાથ ભગવાનને અને ત્યાર પછી મુનિઓમાં ઈન્દ્ર તુલ્ય નેમિનાથ ભગવાનને (હું ભક્તિથી વંદન કરું છું.)
कल्लाणकंदं पढमं : કલ્યાણ' એટલે સુખ અને કંદ એટલે મૂળ. સંપૂર્ણ સુખ મોક્ષમાં પ્રાપ્ત થાય છે, એટલે મોક્ષ એ પૂર્ણ કલ્યાણરૂપ છે અને મોક્ષનું સુખ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી દેવ અને મનુષ્યભવમાં જે ભૌતિક કે આધ્યાત્મિક સુખની સામગ્રીઓ પ્રાપ્ત થાય છે, તે પણ અપેક્ષાએ કલ્યાણરૂપ છે. આ બન્ને પ્રકારના કલ્યાણની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે. આ અવસર્પિણીકાળમાં કલ્યાણનું કારણ બને એવા ધર્મતીર્થની સ્થાપના શ્રી ઋષભદેવ પરમાત્માએ કરેલી છે. આથી જ અહીં ઋષભદેવ ભગવાનને કલ્યાણના મૂળ તરીકે સંબોધ્યા છે. આ પદ દ્વારા કલ્યાણના મૂળ સમાન ઋષભદેવ ભગવાનને ભક્તિથી વંદના કરી, તેમની પાસે આપણા કલ્યાણની કામના વ્યક્ત કરવાની છે. जिणिंद संतिं :
ત્યારપછી જિનોમાં ઈન્દ્ર તુલ્ય શાંતિનાથ ભગવાનને વંદના કરવામાં આવે છે. રાગ-દ્વેષને જે જીતે તેને જિન કહેવાય છે. શ્રુતજિન, અવધિજિન, મનપર્યાય જ્ઞાન જિન, કેવળીજિન વગેરે અનેક પ્રકારના જિનો છે. તે સર્વે 1. “કન્યા'-ન્યો-મોક્ષતમતિ-પ્રતીતિ ત્યાનમ્ |
કલ્ય=મોક્ષ; મોક્ષને પ્રાપ્ત કરાવે તે કલ્યાણ.