________________
અરિહંતચેઈયાણં સૂત્ર
૨૦૫
તદુપરાંત બોધિલાભનો અર્થ “જૈનધર્મની પ્રાપ્તિ પણ થાય છે જેનધર્મ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્યારિત્ર સ્વરૂપ રત્નત્રયી છે. આ રત્નત્રયીની આરાધના વિના ક્યારેય કોઈનો મોક્ષ થઈ શકતો નથી, માટે મુમુક્ષુ આત્મા મોક્ષના સાધનરૂપે આ રત્નત્રયીની પ્રાપ્તિ મને આ કાયોત્સર્ગથી થાઓ, તેવી ઈચ્છા રાખે છે.
જેમને પ્રાથમિક કક્ષાનો આ ગુણ પ્રાપ્ત થઈ ચૂક્યો હોય તેવા આત્માઓ પણ તેનાથી ઉપરની કક્ષાના બોધિ આદિની પ્રાપ્તિ માટે કાયોત્સર્ગ દ્વારા આ ફળની ઈચ્છા રાખી શકે છે. કેમ કે શુદ્ધિના ભેદે બોધિના અસંખ્ય પ્રકારો છે.
હવે બોધિલાભ પણ શા માટે જોઈએ છે ? તે બતાવતાં કહે છે – નિવસા-વત્તિયા - મોક્ષના નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.) મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ માટે હું કાયોત્સર્ગ કરું છું.
સામાન્યથી પણ સમ્યગ્દર્શનને પામેલા આત્માઓ સમજે છે કે, આ સંસારનું મૂળ કારણ જો કોઈ હોય તો (મોહાધીન) ઈચ્છાઓ છે. આ ઈચ્છાને આધીન થયેલો જીવ અનેક કર્મને બાંધે છે. કર્મને કારણે તે શરીરાદિના સંબંધમાં આવે છે. શરીરના કારણે જન્મ, મરણ, રોગ, શોક આદિની પીડાઓ ઊભી થાય છે, તેનો નાશ કરવા વળી નવી ઈચ્છાઓ થાય છે; આમ ચક્કર ચાલ્યા જ કરે છે. આથી જ સંસારની વાસ્તવિકતાને સમજતાં સાધકને જ્યાં કોઈ ઈચ્છા નથી, કોઈ ઉપદ્રવ નથી, તેવા અનિચ્છારૂપ-નિરુપદ્રવરૂપ મોક્ષને મેળવવા માટે જ બોધિ જોઈએ છે. આ પદ બોલતાં સાધક વિચારે કે,
“મારે પરમ આનંદ, પરમ સુખ જોઈએ છે. તે મોક્ષની પ્રાપ્તથી મળવાનું છે માટે હે પ્રભુ ! આ કાયોત્સર્ગના ફળરૂપે માટે અન્ય કાંઈ જોઈતું નથી માત્ર મને મોક્ષ આપો
અને તેના કારછાય બોધિ આયો !” કાયોત્સર્ગનું મુખ્ય પ્રયોજન મોક્ષ છે. મોક્ષ બોધિ વિના મળતો નથી. જો કે બોધિની પ્રાપ્તિ માટે શાસ્ત્રમાં અનેક ઉપાયો જણાવ્યા છે, પણ તેમાં સર્વ શ્રેષ્ઠ ઉપાય પરમાત્માની ભક્તિ છે. વંદન, પૂજન, સત્કાર કે સન્માનરૂપ ભગવાનની