________________
સૂત્રસંવેદના-૨
ભક્તિ મોક્ષમાર્ગને સમજવાની શક્તિ આપે છે. વંદનાદિથી પ્રગટેલી પ૨માત્મા પ્રત્યેની અંતરંગ પ્રીતિ તીવ્ર કોટિના રાગાદિ ભાવોનો વિનાશ કરાવી તત્ત્વ માર્ગે ચાલવાની તાકાત આપે છે. તત્ત્વમાર્ગની સમજ, તત્ત્વમાર્ગનું અનુસરણ બોધિ છે. આથી જ ચૈત્યવંદન કરનાર સાધક વંદનાદિના ફળરૂપે બોધિ અને બોધિના ફળરૂપે મોક્ષની આકાંક્ષા રાખે છે.
૨૦૬
ઉત્કૃષ્ટ ફળના પ્રણિધાનપૂર્વક કરાતો આ કાયોત્સર્ગ સતત વૃદ્ધિ પામતા શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષારૂપ સાધનોના આસેવનપૂર્વક જ સફળ થાય છે. આથી જ - કાયોત્સર્ગની સફળતાનું પહેલું સાધન ‘શ્રદ્ધા' કેવી હોવી જોઈએ તે બતાવે છે
(વકુમાળિÇ) સત્ક્રાÇ - શ્રદ્ધાથી (વધતી જતી શ્રદ્ધાથી હું કાયોત્સર્ગમાં રહું છું.)
શ્રદ્ધાનો” અર્થ છે નિજ અભિલાષા. પરમાત્માના ગુણોની યથાર્થ ઓળખ થતાં પરમાત્મા પ્રત્યે બહુમાનભાવ પ્રગટ થાય છે. આ બહુમાનભાવના કારણે શરમ કે
7.ચૈત્યવંદન કરવા માટે કેવી શ્રદ્ધા જોઈએ. તે જણાવતાં લલિતવિસ્તરામાં નીચે પ્રમાણે લક્ષણો બતાવ્યાં છે
૧.તત્ત્વાનુસરણ : મિથ્યાત્વ મોહનીય કર્મના ક્ષયોપશમથી શ્રદ્ધા નામનો ગુણ પ્રગટતાં સ્વાભાવિક રીતે જ જીવાદિ નવતત્ત્વ પ્રત્યેનું વલણ શરૂ થાય છે. આશ્રવાદિ હેય તત્ત્વોને છોડવાની તેમજ સંવરાદિ ઉપાદેય તત્ત્વોને સ્વીકારવાની ભાવના જાગે છે. આથી જ આશ્રવનો રોધ કરનાર અને સંવરભાવને પ્રાપ્ત કરાવનાર ચૈત્યવંદનની ઈચ્છા થાય છે.
૨. આરોપનાશ : શ્રદ્ધાને કારણે આત્મિક (વાસ્તવિક) સુખની કાંઈક અનુભૂતિ થાય છે, આથી જ ‘આત્માથી ભિન્ન જડ પદાર્થો મારા સુખ-દુઃખનું કારણ છે,’ તેવો મિથ્યાત્વના કારણે થતો આરોપ (ભ્રમ) નાશ પામે છે અને આત્મિક સુખને અધિક મેળવવાની ઝંખના જાગે છે. શ્રદ્ધાથી સમજાય છે કે, પૂર્ણ સુખને પામેલા પરમાત્માની ભક્તિથી આત્મિક સુખ પ્રાપ્ત થાય છે, માટે હું પુનઃ પુનઃ ચૈત્યવંદન કરું, આ રીતે ચૈત્યવંદન કરવાની ભાવના શ્રદ્ધા નામના ગુણથી થાય છે.
૩. સત્પ્રતીતિ : શ્રદ્ધા નામના ગુણથી એક વિશ્વાસ પ્રગટે છે કે, મારા સુખ અને દુઃખનું કારણ મારાં કર્મ જ છે. કર્મ અને કર્મના ફળનું આ જગતમાં અસ્તિત્વ છે જ. કર્મને કારણે જ આ બધાં બંધનો છે. આ કર્મનાશનો ઉપાય પરમાત્માની ભક્તિ છે. આથી જ આ પરમાત્માની અનેક પ્રકારે ભક્તિ કરીને મારા કર્મને ખપાવું. આવી ભાવનાપૂર્વક ચૈત્યવંદન કરવાની ઈચ્છા તે શ્રદ્ધા છે.
૪. ચિત્તકાલુષ્યનો નાશ : જેમ જળાશયમાં નાંખેલું જલકાંત મણિ પાણીના કાલુષ્યને દૂર કરી