________________
૨૦૦
સૂત્રસંવેદના-૨
તૃપ્તિઃ હા, ચોક્કસ મળી શકે. કારણ કે જૈનશાસન કરણ, કરાવણ અને અનુમોદનનું સરખું ફળ માને છે અને પરમાત્માની ભક્તિરૂપ વંદન-પૂજનસત્કાર આદિની અનુમોદના માટે આ કાયોત્સર્ગ કરવામાં આવે છે. આથી કાયોત્સર્ગથી વંદનાદિનું ફળ જરૂર મળી શકે; પરંતુ એટલું ધ્યાનમાં રહેવું જોઈએ કે, આ કાયોત્સર્ગ વંદનાદિની અનુમોદનાર્થે છે, પરંતુ અનુમોદના સાચી તે કહેવાય છે કે, જેની અનુમોદના કરાય, તેમાં યથાશક્તિ પ્રયત્ન પણ હોય તો ! એટલે વંદનાદિ દ્વારા જેમ રાગાદિ દોષોથી દૂર થઈ વીતરાગાદિ ભાવને સન્મુખ થવા પ્રયત્ન કરાય છે, તેમ કાયોત્સર્ગ કાળમાં પણ મન-વચનકાયાની એકાગ્રતા કેળવી વીતરાગભાવને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરાય તો જરૂર કાયોત્સર્ગથી તે ફળ મળી શકે છે. પરંતુ શબ્દ બોલવા માત્રથી ફળ મળી શકતું નથી.
પૂર-વત્તિયાણ, સંદર-વત્તિયા - પૂજન નિમિત્તે, સત્કાર નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.)
અરિહંત પરમાત્માના પૂજનથી અને સત્કારથી પ્રાપ્ત થનાર ફળ મેળવવા માટે હું કાયોત્સર્ગ કરું છું.
પૂજન : કેસર, ચંદન, કસ્તૂરી, જળ, પુષ્પ, ધૂપ, દીપક આદિ ઉત્તમ સામગ્રીથી પરમાત્માની પૂજા કરવી તે પૂજન છે.
સત્કાર : કિંમતી વસ્ત્રો કે ઉત્તમકોટિનાં રત્નજડિત સુવર્ણનાં અલંકારો વગેરેથી પરમાત્માની ભક્તિ કરવી તે સત્કાર છે.
બાહ્ય સામગ્રીના રાગને તોડવા માટે વંદન કર્યા પછી પણ શ્રાવકો શ્રેષ્ઠ સામગ્રીથી – ઉત્તમ વસ્ત્ર અલંકારોથી - પરમાત્માની ભક્તિ કરે છે, કેમ કે પીગલિક વસ્તુઓ પ્રત્યેનો જે રાગ છે તે રાગ નબળો ન પડે ત્યાં સુધી વિતરાગભાવને સન્મુખ થઈ શકાતું નથી.
જડ પુદ્ગલોના આશ્રયે શુભ-અશુભ ભાવ કરવા ટેવાયેલા સાધકો ઉત્તમ પ્રકારની પૂજન અને સંસ્કારની સામગ્રી લઈને જ્યારે પરમાત્માની ભક્તિમાં લીન બને છે, ત્યારે તેઓ અનેક ભવોમાં એકત્રિત કરેલાં કુકર્મોનો વિનાશ
5. પત્તી નિવાઈi fasતિ પુષ્યવિયા મા !
-ઠાણાંગસૂત્ર ટીકા