________________
૧૯૮
સૂત્રસંવેદના-૨ ,
અથવા - અરિહંત પ્રભુના ગુણોનું જ્ઞાન થતાં અરિહંત પરમાત્મા પ્રત્યે ચિત્તમાં અત્યંત ભક્તિભાવ ઉલ્લસિત થાય છે. આ ભક્તિભાવથી પ્રેરાઈને ભક્ત, પ્રભુ પ્રતિમાનું નિર્માણ કરે છે. આ રીતે પ્રતિમા એ ચિત્તના ભાવનું કાર્ય છે. તેથી પણ અરિહંતની પ્રતિમાને ચૈત્ય કહેવાય છે.
ટૂંકમાં શુભ ચિત્તનું કારણ અથવા શુભ ચિત્તનું કાર્ય બંને હોવાથી અરિહંતની પ્રતિમા “ચૈત્ય” કહેવાય છે. આનો અર્થ એ થયો કે - આ પ્રતિમાના દર્શનથી જેના હૃદયમાં શુભભાવ પ્રગટે છે અથવા દર્શન, વંદનાદિ દ્વારા જેઓ શુભભાવને પ્રગટાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, તેના માટે આ પ્રતિમા ચૈત્ય બને છે, પરંતુ પ્રતિમાને જોઈ જેઓને શુભભાવ થતા નથી અને પૂજનસત્કારાદિ દ્વારા જેઓ શુભભાવ માટે યત્ન પણ કરતા નથી તેમના માટે આ પ્રતિમા ચૈત્ય કહેવાતી નથી.
આ પદ બોલતાં “નમોલ્યુ શંમાં અરિહંતના જે ગુણો જણાવ્યા છે, તેવા સ્વરૂપવાળા અરિહંત પરમાત્માની આ પ્રતિમા છે અને “આ પ્રતિમાના વંદન, પૂજનાદિથી પ્રાપ્ત થતાં ફળો મને આ કાયોત્સર્ગથી પ્રાપ્ત થાઓ !” આવો ભાવ પ્રગટ કરવાનો છે. આવા ભાવપૂર્વક કાયોત્સર્ગ કરવાથી કાયોત્સર્ગમાં મનવચન-કાયાની વિશેષ પ્રકારે એકાગ્રતા પ્રાપ્ત થાય છે. એકાગ્રતાપૂર્વકનું અરિહંતનું ધ્યાન અરિહંતના ગુણોનો આંશિક આસ્વાદ કરાવે છે.
રેમ ૩ ' એટલે કે “હું કાયોત્સર્ગ કરું છું.” આ પદનું જોડાણ ‘નિવેસ-વત્તિયાણ' પદ પછી કરવાનું છે. તેનાથી “અરિહંત ચૈત્યોના વંદનાદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું.” એવો અન્વયે પ્રાપ્ત થશે. આમ તો કાયોત્સર્ગની ક્રિયા તો હજી “અન્નત્થ' સૂત્ર બોલ્યા પછી કરવાની છે, તો પણ અહીં આવો પ્રયોગ ક્રિયાની સન્મુખતા જણાવવા માટે કરાયો છે. વંતા-વત્તિયા - વંદન નિમિત્તે (હું કાયોત્સર્ગ કરું છું.)
અરિહંત ચૈત્યના વંદનથી જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ પ્રાપ્ત કરવા માટે હું કાયોત્સર્ગ કરું છું.
વંદુ : અનંત ગુણના ધારક અરિહંત પરમાત્મા પ્રત્યેના બહુમાન ભાવને પ્રગટ કરનારી મન, વચન, કાયાની પ્રવૃત્તિને વંદન કહેવાય છે. “પરમાત્મા 3. કાયોત્સર્ગ સંબંધી વિશેષ વિગત માટે જુઓ – “સૂત્રસંવેદના' ભા. ૧ માં “અન્નત્થ સૂત્ર.”