________________
અરિહંતચેઈયાણં સૂત્ર
૧૯૯
મહાન છે અને તેમની અપેક્ષાએ હું હીન કક્ષાનો છું તેવો મનનો પરિણામ, નમો જિણાણ' આદિ બહુમાનભાવને વ્યક્ત કરનારી વાણીનો વ્યાપાર કે બહુમાનભાવને પ્રગટ કરતી બે હાથ જોડી, માથું નમાવી, ઢીંચણને વાળવા વગેરે રીતે કરાતી કાયાની ક્રિયાને વંદન કહેવાય છે.
આ રીતે બહુમાનપૂર્વક પરમાત્માને વંદના કરવાથી ચિત્ત આલાદિત થાય છે. વીતરાગભાવ તરફ મન ઢળે છે. તેના ફળ સ્વરૂપે સાંસારિક પદાર્થોનું આકર્ષણ ઘટે છે. પુનઃ પુનઃ વંદના કરવાથી પરમાત્મા સાથે ચિત્તનું અનુસંધાન થતાં. અનાદિકાલીન રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાનના કુસંસ્કારો નાશ પામતા જાય છે અને આત્મા પરમાત્મભાવની ખૂબ નજીક જઈ શકે છે. આ રીતે આત્માનું પરમાત્મભાવ તરફનું પ્રસર્પણ તે જ સાચા અર્થમાં વંદના છે.
વત્તિયા=નિમિત્તે, “નિમિત્ત શબ્દ, કારણ અને ફળ બે અર્થમાં વપરાય છે. અહીં “નિમિત્ત' શબ્દ ફળ અર્થમાં ગ્રહણ કરેલ છે. એટલે કે, વંદનાદિ પદો સાથે જોડાયેલ “નિમિત્ત' શબ્દ એ સૂચવે છે કે, “હું વંદનાદિના ફળને પ્રાપ્ત કરવા માટે કાયોત્સર્ગ કરું છું.” આ પદ બોલતાં સાધક વિચારે કે,
“આ પ્રતિમાને વંદના કરી અનેક ભવ્યાત્માઓએ પોતાના આત્મા ઉપર છવાયેલા મિથ્યાત્વના મલને દૂર કરી સઍગ્દર્શનના શુદ્ધ ભાવોને પ્રાપ્ત કર્યા હશે ! અજ્ઞાનના વડલો ભેદી, સમ્યગુજ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત કર્યો હશે ! રાગાદિ દોષોને દૂર કરી વૈરાગ્યભાવની વૃદ્ધિ કરી હશે ! હે નાથ ! હું તેમના તે તે ભાવોની અનુમોદના કરું છું અને આ કાયોત્સર્ગ દ્વારા તેવા ભાવો મને મળો તેવી ભાવના ભાવું
છું.” જિજ્ઞાસા : “વંદનાદિ નિમિત્તે હું કાયોત્સર્ગ કરું છું” - એમ બોલી કાયોત્સર્ગ કરવાથી શું વંદનાદિનું ફળ મળી શકે ? 4. નિમિત્ત શબ્દના બે અર્થ થાય છે . કારણ - દા. ત. ઉપાદાન સાથે ચોક્કસ નિમિત્ત મળે
ત્યારે કાર્ય થાય' - અહીં નિમિત્ત શબ્દ કારણવાચી છે. i ફળ, પ્રયોજન - દા. ત. “કર્મક્ષય નિમિત્તે તપ કરું છું.” આમાં તપસ્યાનું પ્રયોજન, ફળ
કર્મક્ષય છે, અહીં નિમિત્ત શબ્દ ફળવાચી છે.