________________
અરિહંતચેઈયાણં સૂત્ર
કરે છે, રાગાદિના કુસંસ્કારોને શિથિલ કરે છે, શ્રેષ્ઠ કોટિના પુણ્યનો અનુબંધ કરે છે અને ગુણસંપત્તિના સ્વામી બને છે.
આ પદ બોલતાં સાધક વિચારે કે,
“ઉત્તમ દ્રવ્યોથી, કિંમતી વસ્ત્ર અને અલંકારોથી આ પ્રતિમાઓનું પૂજન-સત્કાર કરી અનેક મોક્ષેચ્છુ જીવોએ પોતાના કર્મમલને દૂર કરી આત્માને નિર્મલ કર્યો હશે ! જડ પદાર્થોના રાગને તોડી આત્માને વીતરાગભાવ ભણી લઈ ગયા હશે. કેટલાક ઉત્તમ આત્માઓ તો વળી પ્રભુ પ્રતિમાના સ્પર્શ કરતાં કરતાં કેવળી પડ઼ા થયા હશે. હે સ્વામી ! હું તે સર્વેના તે તે ઉત્તમ ભાવોની અનુમોદના કરું છું અને આ કાયોત્સર્ગથી મને પણ તેવા ગુણો પ્રાપ્ત થાય તેવી ભાવના ભાવું છું.”
૨૦૧
જિજ્ઞાસા : શ્રાવક તો સાક્ષાત્ પૂજન અને સત્કાર કરીને તેનું ફળ મેળવે જ છે, તો તેને તે નિમિત્તે કાયોત્સર્ગ શા માટે કરવાનો ? અને આરંભાદિથી રહિત એવા સાધુને આરંભવાળા પૂજન-સત્કા૨ ક૨વાનાં નથી; તો સાધુએ કાયોત્સર્ગ દ્વારા તેની અનુમોદના શા માટે કરવાની ?
તૃપ્તિ : જેમ ધનના લોભી જીવને જે પ્રકારે ધન વધુ મળે તે પ્રકારે વધુ ધન મેળવવાની ઈચ્છા રહે છે, તેવી જ રીતે મોક્ષાર્થી જીવને મોક્ષના કારણભૂત ભગવાનની ભક્તિનો લાભ જે રીતે વધુ મળે તે રીતે વધુ લાભ મેળવવાની ઈચ્છા રહે છે.
આથી જ સાક્ષાત્ ભગવાનની ભક્તિ કર્યા પછી પણ પોતે કરેલી ભક્તિથી સંતોષ નહીં પામનાર શ્રાવક, બીજાએ કરેલ પૂજન-સત્કાર આદિરૂપ ભક્તિની અનુમોદનાર્થે કાયોત્સર્ગ કરે છે.
શ્રાવક જ્યારે પૂજન આદિ સાક્ષાત્ કરે છે, ત્યારે તેમાં સ્વરૂપહિંસા હોવાથી આરંભ-સમારંભ તો ચોક્કસ હોય છે, તો પણ શ્રાવકને મહારંભ-સમારંભથી છૂટવાનો ઉપાય પણ આ પૂજન આદિ છે. એટલે શ્રાવક માટે તે કર્તવ્ય બની જાય છે.
તદુપરાંત શ્રાવક અત્યારે એવી ભૂમિકામાં છે કે, તે ઉત્તમ દ્રવ્યોના આધારે જ ઉત્તમ ભાવો નિષ્પન્ન કરી શકે છે. રાગાદિને પરવશ બનેલો શ્રાવક