________________
સૂત્રસંવેદના-૨
આવતાં વિઘ્નોનો ભય છે અને તેવાં વિઘ્નકા૨ક દુઃખો જ અહીં ટાળવાની વાત છે અને તેથી જ કહે છે “હે નાથ ! જ્યાં સુધી પ્રાપ્ત દુ:ખોને હું પૂરી સમાધિ અને સ્વસ્થતાથી સહન ન કરી શકું, દુઃખની હાજરીમાં મોક્ષમાર્ગની સાધના કરવાનું સામર્થ્ય મારામાં ન આવે ત્યાં સુધી મારાં તેવાં દુઃખો નાશ પામો, એવી મારી પ્રાર્થના છે.”
૧૯૦
-
મોક્ષની સાધના કરનારો સાધક વિવેકી હોય છે, તેથી સંસારીજીવો જે રીતે દુ:ખથી ડરે છે અને તેના નાશ માટે યત્ન કરે છે તેવા પ્રકારના દુઃખના નાશ માટે સાધક યત્ન પણ કરતો નથી કે તે માટે પ્રાર્થના પણ કરતો નથી; પરંતુ જે દુ:ખો પોતાની સમાધિમાં બાધક બને છે તેવા બાહ્ય દુ:ખો અને વિષયની વિહ્વળતા તથા કષાયોની પરાધીનતાના અત્યંતર દુઃખોને જ ટાળવાની તેની ભાવના હોય છે. તે સમજે કે વૈષયિક-કાષાયિક ભાવો કર્મબંધનું કારણ છે. કર્મનો સંબંધ આત્માને સંસારમાં જકડી રાખે છે અને સંસારમાં રહેલા જીવોને વારંવાર જન્મ લેવો પડે છે, જન્મ થતાં શરીર સાથે સંબંધ થાય છે, શરીરને કારણે સેંકડો જરૂરિયાત ઊભી થાય છે, શરીરને કારણે સ્વજનો સાથે, સમાજ સાથે નાતો બાંધવો પડે છે, આ બધા સંબંધો સાચવવા માટે પણ અનેક પ્રકારનાં દુ:ખો સહન કરવા પડે છે. આથી જ વિવેકી આત્માને વિષય-કષાય અને તેને ઉત્પન્ન ક૨ના૨ સંસારની સર્વ સામગ્રી દુઃખરૂપ લાગે છે. પુણ્યના ઉદયથી સુંદર શરીર મળ્યું હોય, બેસુમાર સંપત્તિ મળી હોય કે વિવેકસંપન્ન સ્ત્રી, પુત્રાદિ પરિવારરૂપે મળ્યાં હોય તો પણ તે સંયોગ અંતે દુઃખરૂપ હોઈ વિવેકી ધર્માત્મા ભગવાનને પ્રાર્થના કરે છે, ‘હે નાથ ! દુઃખને ઉત્પન્ન કરનાર આ સર્વ વૈષયિક-કાષાયિક ભાવો નાશ પામો !'
દુઃખનો ક્ષય કર્મના ક્ષય વિના શક્ય નથી. તેથી હવે અગિયારમી માંગણી સ્વરૂપે સાધક કહે છે...
વો - કર્મનો ક્ષય.
“હે નાથ ! આપને પ્રણામ કરવાથી મારાં કર્મનો નાશ થાઓ !”
ધર્માત્મા બરાબર સમજે છે કે, જ્યાં સુધી આ કર્મો છે, ત્યાં સુધી દુઃખ તો આવવાનાં જ છે, તેથી દુઃખના નાશ માટે કર્મનો નાશ અત્યંત જરૂરી છે, માટે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે - “હે નાથ ! આપને કર્નેલા પ્રણામથી દુઃખનાં કારણભૂત મારાં કર્મોનો નાશ થાઓ !”