________________
અરિહંતચેઈયાણં સૂત્ર
સૂત્ર પરિચય :
આ સૂત્ર દ્વારા અરિહંતનાં ચૈત્યને વંદના કરવા સ્વરૂપ ચૈત્યવંદન કરાય છે. આથી તેનું બીજું નામ “મૈત્યસ્તવછે.
શાસ્ત્રમાં શુભભાવની પ્રાપ્તિ અને વૃદ્ધિના અનેક ઉપાયો જણાવ્યા છે, પણ તેમાં સર્વશ્રેષ્ઠ ઉપાય છે, અરિહંત પરમાત્માની ભક્તિ. સાક્ષાતુ વિચરતા અરિહંત પરમાત્માની ભક્તિ જેમ ઉત્તમ ફળ આપે છે, તેમ તેમની મૂર્તિ, મંદિર કે સૂપ આદિની ભક્તિ પણ શુભભાવોને પ્રગટાવી સાધકને છેક મોક્ષ સુધી પહોંચાડી શકે છે. આથી જ આ સૂત્રમાં અરિહંતનાં ચૈત્યનાં વંદન, પૂજન, સત્કાર આદિના ફળરૂપે બોધિ અને બોધિના ફળરૂપે મોક્ષને પ્રાપ્ત કરવાના પ્રણિધાનપૂર્વક કાઉસ્સગ્નમાં રહેવાનો સંકલ્પ કરાય છે.
અપેક્ષાએ વિચારીએ તો મન-વચન-કાયાની એકાગ્રતાપૂર્વક શુભધ્યાનમાં લીન થવાના પ્રયત્નરૂપ આ કાયોત્સર્ગની ક્રિયા જ ચૈત્યવંદન છે. કેમ કે મન-વચનકાયાની ગુપ્તિવાળો આત્મા જ વીતરાગ ભાવની વધુ નજીક જઈ શકે છે, તો પણ આ શુભધ્યાનનું કારણ “નમોહ્યુ ણ' આદિ સૂત્રો છે, તેથી તેને પણ ચૈત્યવંદન કહેવાય છે.
ચૈત્યવંદનની ક્રિયા એ કોઈ સામાન્ય ક્રિયા નથી. પણ મોક્ષના મહાન આનંદની અનુભૂતિ કરાવનારી ક્રિયા છે. આ ક્રિયા દ્વારા સાધકે પોતાની સર્વ