________________
જયવીયરાય સૂત્ર
૧૮૫
શુભ ગુરુનો યોગ થયા પછી પણ તેમના વચનનું પાલન કરવું તે અત્યંત દુષ્કર છે અને તેમના વચનનું પાલન કર્યા વગર દુષ્કર એવા સંસારસાગરને તરી શકાય તેમ નથી. તેથી સાધક હવે પરમાત્મા પાસે તદ્ વચન-સેવનારૂપ આઠમી માંગણી કરે છે.
તત્રયાસેવU - ચારિત્રસંપન્ન સદ્ગુરુના વચનનું સેવન કરવું. અર્થાત્ તેમના વચનને અનુસરવું.
“હે વીતરાગ ! મને તમારા પ્રભાવથી સદ્ગુરુ ભગવંતોનાં વચનોનું, તેમની આજ્ઞાનું પાલન કરવાનું સામર્થ્ય પ્રાપ્ત થાઓ !”
વિશિષ્ટ ચારિત્ર સંપન્ન. આત્માઓ સત્યવ્રતથી યુક્ત હોય છે. તેથી તેઓ કદી અસત્ય બોલતા નથી. તેઓ જે બોલે છે, તે સર્વજ્ઞકથિત જ હોય છે. વળી, તેઓ કરુણાયુક્ત હોવાથી કદી કોઈનું અહિત થાય તેવું બોલતા નથી. આથી આવા મહાપુરુષના વચનની ઉપાસના ઉલ્લસિત હૃદયે થાય તો જ આત્મકલ્યાણ થાય; આવું મુમુક્ષુ આત્મા સમજે છે, તેથી જ તે સદા ગુરુના વચનને ઝંખે છે, ગુરુનો આદેશ થતાં પોતાનું અહોભાગ્ય માને છે, ભૂખ્યાને ભોજનની જેમ ગુરુની અનુશાસ્તિ તેને અતિપ્રિય લાગે છે. ગુરુ જ્યારે કંઈક પણ તેના આત્માના હિતની વાત કરે, ત્યારે પોતાના સદ્ભાગ્યની સીમા માને છે અને તેને લાગે છે કે “હું આજે ધન્ય બન્યો. આજે હું કૃતપુણ્ય થયો, ગુરુની મારા ઉપર કેટલી કૃપા કે આજે તેઓશ્રી સ્વમુખે મારા આત્મહિતની વાત કરી રહ્યા છે. આ વચનને મારે ઝટ અમલમાં મૂકવું જોઈએ. મહાન નિધાન તુલ્ય આ વચનનું મારે સંરક્ષણ કરવું જોઈએ, તેને જીવનનો મંત્ર બનાવવો જોઈએ.” આવી ઈચ્છા હોવા છતાં સવીર્યના અભાવના કારણે તે ગુરુવચનને અમલમાં મૂકી શકતો નથી. તેથી તે આ પદ બોલી પરમાત્માને પ્રાર્થના કરે છે –
હે નાથ ! સદગુરુ મળ્યાં, તેમનો વચનો સાંભળવા મળ્યાં યા એવી શક્તિ નથી કે, તેનું ૧ પાલન કરી શકું. તેથી હે વીતરાગ ! આપની કૃપાથી મારામાં એવું બળ પ્રગટ થાઓ કે - આ ગુરુ ભગવંતના વજનની હું પૂર્ણ ઉપાસના કરી શકું. તેમની હિતશિક્ષા પ્રમાણે મારા જીવનને સુધારી શકું. તેમની આજ્ઞાનું પૂરું પાલન કરી માર મોહનીય
આદિ કર્મોનો હું વિનાશ કરી શકું ?' આંતરિક સંવેદના સાથે બોલાયેલાં આ વચનો કર્મનો વિનાશ કરી