________________
૧૨૦
સૂત્રસંવેદના-૨
થાય છે અને તે રૂપ બુદ્ધ અવસ્થા પ્રભુને પ્રાપ્ત થાય છે. સાથોસાથ પ્રકૃષ્ટ પુણ્યના અનુભવ સ્વરૂપ તીર્થંકર નામકર્મનો ઉદય પણ થાય છે.
ઘાતકર્મસ્વરૂપ પાપકર્મનો નાશ, પ્રબળ પુણ્યનો ઉદય અને સ્વગુણોના સંપૂર્ણ પ્રાગટ્ય પછી અલ્પ આયુષ્ય બાકી રહે ત્યારે, પરમાત્મા બાકી રહેલાં અધાતિકર્મનો નાશ કરવા શૈલેશીકરણ કરે છે. તેરમા ગુણસ્થાનકે તેઓ શુક્લધ્યાનના ત્રીજા પાયા ઉપર અને ચૌદમા ગુણસ્થાનકે શુક્લધ્યાનના ચોથા પાયા ઉપર આરૂઢ થઈ પરમાત્મા અયોગીપણાને પામે છે અને યોગનો નિરોધ કરી સર્વ કર્મથી મુક્ત થાય છે.
આ રીતે ઉત્તરોત્તર ગુણનો વિકાસ કરી પરમાત્મા છેક મોક્ષ સુધી પહોંચે છે, જ્યારે તેઓ સંસારમાં હતા ત્યારે દેશનાદિ દ્વારા જગતને રાગાદિથી જીતાડનારા વગેરે હતા અને મોક્ષમાં ગયા પછી પણ તેમના વચનનું કે મૂર્તિ આદિનું નિમિત્ત લઈને લોકો, મોહને જીતી સંસારસાગરને તરી, કેવળજ્ઞાનને પામી સર્વકર્મથી મુક્ત થાય છે, તેથી પરમાત્મા માટે જ “જિણાણે જાવયાણ આદિ વિશેષણો યોગ્ય છે.
આ ચાર પદો બોલતાં રાગાદિને જીતેલા અને જીતાડનારા, તરેલા અને તારનારા, બોધ પામેલા અને પમાડનારા, મુક્ત થયેલા અને મુક્ત કરનારા પરમાત્માને યાદ કરી નમસ્કાર કરતાં પ્રાર્થના કરીએ કે –
હે નાથ ! આયે ગાદિ શત્રુઓને સહજતાથી જિત્યા છે. અમને પણ તેની ઉપર વિજય મેળવવામાં, આપ સહાય કરો. હે પ્રભુ ! આપ આ ભયંકર સંસાર સાગરથી તરી ગયા છો અમને પણ તેને તરવા સક્ષમ બનાવો. બુદ્ધ બનેલા હે વિભો ! આપ અમારી બુદ્ધિને પણ નિર્મળ કરી
અમને પણ નિર્બઘ અવસ્થાનો સ્વાદ ચખાડો !” આ ચાર પદો દ્વારા “આત્મતુલ્ય પરફલ-કર્તુત્વ" - પોતાના સરખા બીજાને બનાવનાર નામની આઠમી સંપદા કહેવાઈ. જે ફળ પોતાને મળ્યું છે, તે જ ફળ બીજાને પ્રાપ્ત કરાવવા સ્વરૂપ પરમાત્માનો પરમ ઉપકાર સદા સ્મરણમાં રહે તો પરમાત્મા પ્રત્યેનો અહોભાવ, આદરભાવ અત્યંત વધી જાય.
દીર્ઘદૃષ્ટિવાળા વિચારક પુરુષને પરમાત્માનું આટલું સ્વરૂપ જાણ્યા પછી પણ એવી જિજ્ઞાસા થઈ શકે છે કે, આવા પણ પરમાત્મા અંતમાં કયા અક્ષય