________________
જયવીયરાય સૂત્ર
મોહની પરાધીનતાના કારણે અનાદિકાળથી જીવો અનંત સુખને આપનાર મોક્ષમાર્ગની ઉપેક્ષા કરીને વિષય અને કષાયરૂપ સંસારના માર્ગે ચાલે છે. આ જ જીવની વક્રતા છે, આ જ જીવની અનાદિની અવળી ચાલ છે.
૧૭૧
મોહનીય કર્મ નબળું પડે છે અને કોઈ ઉત્તમ પુરુષનો યોગ થાય, ત્યારે તેમનાં વચનથી કુમાર્ગ-સુમાર્ગનો બોધ થાય છે અને કુમાર્ગ છોડી સન્માર્ગે ચાલવાની ભાવના જાગે છે. આમ છતાં ભૌતિક સુખનું આકર્ષણ મોક્ષમાર્ગમાં ટકવા દેતું નથી. આથી આ પદ બોલી સાધક પ્રભુ પાસે પ્રાર્થના કરતાં કહે છે કે –
‘હે નાથ ! અનાદિકાળનું મારું જે કુમાર્ગે ગમન છે, અનાદિકાળની જે મારી અવળી યાલ છે, તેને અટકાવી આપ મને મોક્ષમાર્ગ તરફ ગમન કરાવો ! આપ મારી વૃત્તિ અને પ્રવૃત્તિને મોક્ષમાર્ગ તરફ વાળો
'હે પ્રભુ ! મેં ધર્મ તો ઘણીવાર કર્યો છે, પરંતુ તે પણ આ લોક કે પરલોકના સુખ માટે જ. તપ-ત્યાગ પણ ઘણા કર્યા છે, थए। તેય માનાદિ કષાય માટે. પરંતુ મૂઢ એવા મેં આજ સુધી ધર્મ કરી આત્માના આનંદને પામવાનું લક્ષ્ય બાધ્યું જ નથી, માટે જ હે નાથ ! હું હજુ પણ આ દુ:ખ ભર્યા સંસારમાં ભટક્યા કરું છું. તેથી હે વિભુ ! સૌ પ્રથમ મને આપ આત્માભિમુખ બનાવો ! આત્માના આનંદ માટે તપ-ત્યાગમાં પ્રયત્ન કરાવો, તો જ મારામાં માર્ગાનુસારતા નામનો ગુડ્ડા પ્રગટ થશે !.’ જિજ્ઞાસા : માર્ગાનુસારિતા નામનો આ ગુણ જેને પ્રાપ્ત થઈ ગયો છે, તેના માટે આ માંગણી શું યોગ્ય છે ?
તૃપ્તિ : આ માર્ગાનુસારિતા પણ તરતમતાના ભેદથી અનેક પ્રકારની છે. જેને સામાન્ય કક્ષાની માર્ગાનુસારિતા પ્રાપ્ત થઈ છે, તે તેના કરતાં વિશેષ પ્રકારની માર્ગાનુસારિતા માટે માંગણી કરે તે યોગ્ય જ છે. જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દરેક ભવમાં આનાથી અધિક અધિક કક્ષાની માર્ગાનુસારિતા મને મળો ! આવી પ્રાર્થના જ તે ભાવોમાં વધુ પ્રયત્ન કરાવે છે, તેના પ્રત્યેની પ્રીતિ વધારે છે અને તે ભાવોના સંસ્કારોને વધુ સુદૃઢ બનાવે છે. જેથી આ ભવમાં તો તે વસ્તુ મળે છે, પરંતુ જન્માંતરમાં પણ તેની પ્રાપ્તિ સુલભ બને છે.
મિથ્યાત્વ-મોહનીય-કર્મની મંદતા થતાં, જ્યારે જીવ અપુનર્બંધકદશાને પ્રાપ્ત કરે છે, ત્યારે આ ગુણનો પ્રારંભ થાય છે અને સમ્યક્ત્વ, દેશવિરતિ,