________________
જાવંતિ ચેથાઈં સૂત્ર
૧૨૯
સંધ્યારૂં તારું વળે, રૂદ સંતો તત્વ સંતાડું - અહીં રહેલો (હું) ત્યાં રહેલાં તે સર્વ ચૈત્યને વંદન કરું છું.
તે સર્વ ચૈત્યને હું અહીંથી વંદના કરું છું,’ આમ કહેવાનું કારણ એ છે કે, સર્વ ચૈત્યોને વંદના કરવાની ઈચ્છા તો છે, પરંતુ પોતાની શક્તિ એટલી નથી કે, તે તે સ્થળે જઈ સદેહે વંદના કરી શકે, તેથી જ ત્રણે લોકમાં રહેલાં સર્વ ચૈત્યોને સ્મૃતિપટપર લાવી, “પરમાત્માની ગેરહાજરીમાં આ ચૈત્યો જ મારા ભવનિસ્તારનું કારણ છે, મારા શુભભાવો પેદા કરવાનું પ્રબળ નિમિત્ત છે, આ ચૈત્યનાં દર્શન દ્વારા જ મારા આત્માનાં દર્શન કરી હું મારા આત્માનું કાંઈક હિત કરી શકીશ. માટે પરમ ઉપકારી આ ચૈત્યોને, અહીં રહીને પણ હું વંદના કરી મારા આત્માને કૃતાર્થ કરું.” આવા ભાવ સાથે, આવી શુભ સંવેદનાપૂર્વક આ સૂત્ર બોલવામાં આવે તો આત્મા કોઈક વિશિષ્ટ ભાવોને પ્રાપ્ત કરી, મહાન કર્મનિર્જરા કરી શકે છે.
શ્રી ઠાણાંગસૂત્રની ટીકામાં લખ્યું છે કે - મત્તી નિવેરા રિવત્તિ પુત્રસંસિયા મા | શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિથી ભૂતકાળના અનેક જન્મોમાં બાંધેલાં કર્મો નાશ પામે છે. એ જ કારણે, કર્મનિર્જરાના વિશેષ ઉપાયરૂપ વિરતિ સ્વીકારવામાં અસમર્થ એવાં દેવતાઓ ભગવદ્ભક્તિના માધ્યમથી ઘણાં કર્મોની નિર્જરા સાધે છે. એમને માટે એ પરમાત્મભક્તિ સૌથી સરળ અને સહેલું કર્મક્ષયનું સાધન છે. આ સૂત્ર બોલતાં સાધક વિચારે કે,
“આ સર્વ ચૈત્યોને સદેહે વંદના કરવાની તો મારી શક્તિ નથી, તો પણ મહાપુરુષોથી રચિત આ સૂત્રના સહારે હું સર્વ ચૈત્યોને સ્મામાં લાવું. ભાવથી તેમને નમસ્કાર કર્યું અને મારા ભવનો વિસ્તાર કરું.”