________________
૧૪૮
સૂત્રસંવેદના-૨
- ચિંતામણિરત્ન અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળું સમ્યગ્દર્શન જીવને
જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે તે આત્મા કોઈપણ પ્રકારના વિઘ્ન વિના અજરઅમર સ્થાન એટલે કે જ્યાં વૃદ્ધાવસ્થા કે મૃત્યુ નથી એવું મુક્તિરૂપી સ્થાન પ્રાપ્ત કરે છે.
એકવાર આ સમ્યગ્દર્શન ગુણ પ્રાપ્ત થયા પછી જેઓ પ્રયત્ન કરીને તેને ટકાવી રાખે છે, તેને મોક્ષમાર્ગે આગળ વધવામાં કોઈ મુશ્કેલી પડતી નથી. મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનાર મિથ્યાત્વમોહનીય કર્મ છે. સમ્યગ્દર્શનકાળમાં આ કર્મનો ઉદય થઈ શકતો નથી. આવા જીવો જ્યાં સુધી મુક્તિપદને પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી સંસારમાં પણ તેઓને દેવ કે, મનુષ્યના ભવમાં પણ જિનધર્મની પ્રાપ્તિ, સદ્ગુરુનો યોગ, ધર્મશ્રવણેચ્છા તથા ધર્મકાર્યો કરવા માટે જોઈતી અનુકૂળતાઓ સાંપડ્યા જ કરે છે અને મુક્તિની પ્રાપ્તિમાં વિઘ્ન થાય તેવા કોઈ સંજોગો ઊભા થતા નથી. તેથી મોક્ષમાર્ગે અવિરત પ્રયાણ ચાલુ રહે છે.
જિજ્ઞાસા સમ્યગ્દર્શન પ્રાપ્ત થયા પછી પણ તેનાથી પતન અને ચૌદપૂર્વનું નિગોદગમન તો શાસ્ત્રમાં સંભળાય છે, તો સમ્યક્તને અવિપ્નથી મોક્ષનું કારણ કઈ રીતે કહેવાય ?
તૃપ્તિ : સમ્યક્ત પ્રાપ્ત થયા પછી સામાન્ય નિયમ એવો છે કે, સમ્યગ્દષ્ટિ જીવને કોઈ વિઘ્ન નડતું નથી, છતાં સમ્યક્તની પ્રાપ્તિ પછી જે વિપ્ન સાંભળવા મળે છે, તેનું કારણ સમ્યક્ત પ્રાપ્ત થયા પૂર્વે બાંધેલાં નિકાચિત કુકર્મો છે. આ કર્મો જ સમ્યક્તથી જીવનું પતન કરી દુર્ગતિમાં ભ્રમણ કરાવે છે. જો આવાં કર્મો પૂર્વમાં બંધાયાં ન હોય તો સમ્યક્ત ગુણ જ એવો છે કે, જેની હાજરીમાં કોઈપણ પ્રવૃત્તિ કરતાં જીવના પરિણામો મોક્ષને અનુકૂળ જ રહે છે.
ઘણીવાર સંસારમાં રહેલા સમ્યગ્દષ્ટિ આત્માઓ, રાગાદિ દોષોની વૃદ્ધિ કરનારી ભોગની કે યુદ્ધ વગેરેની પ્રવૃત્તિ પણ નિકાચિત કર્મના ઉદયના કારણે કરતા હોય છે. પરંતુ ત્યારે પણ આ આત્માઓની મનોદશા જગતના જીવો કરતાં જુદી હોય છે. તેઓ ભોગને રોગ માનતા હોય છે. યુદ્ધાદિની ક્રિયા પણ ઔચિત્યના પાલન માટે જ કરતા હોય છે. આથી આવી ક્રિયા કરતાં પણ તે ભવ્યાત્માઓ કર્મ તો નથી બાંધતા, પરંતુ પૂર્વે બાંધેલા નિકાચિત કર્મનો નાશ જ કરે છે. આથી જ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ અધ્યાત્મસાર નામના ગ્રંથરત્નમાં કહ્યું છે કે,